Site icon Revoi.in

આ બેન્કો-કંપનીઓનું ખાનગીકરણ કરવાની સરકારની યોજના, આવો છે પ્લાન

Social Share

કેન્દ્ર સરકાર દેશના અર્થતંત્રને વેગ આપવા માટે ધીરે ધીરે સરકારી કંપનીઓની સાથોસાથ સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમજ બેન્કોના ખાનગીકરણની યોજના બનાવી રહી છે. CNBC આવાજના સૂત્રોનુસાર સરકાર LIC અને નૉન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીને બાદ કરતાં બાકી તમામ ઇન્સોયરન્સ કંપનીઓમાં પોતાની હિસ્સેદારી સમયાંતરે વેચી શકે છે. તે ઉપરાંત કેટલીક બેન્કોના ખાનગીકરણની પણ યોજના બનાવાઇ છે.

સરકાર એલઆઇસી અને એક નોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પોતાને હસ્તક રાખશે. દેશમાં LIC ઉપરાંત 6 જનરલ ઇન્સ્યોરન્સ અને એક National Reinsurer કંપની છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 6 સરકારી બેન્કોને બાદ કરતા બાકીની તમામ બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવી શકે છે. પહેલા તબક્કામાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં સરકાર હિસ્સેદારી વેચી શકે છે.

પહેલા તબક્કામાં પાંચ સરકારી બેન્કોનો હિસ્સો વેચવામાં આવી શકે છે. સૌથી પહેલા બેન્ક ઑફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સરકાર હિસ્સેદારી વેચે તેવી શક્યતા છે. બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના પણ ખાનગીકરણની સંભાવના છે. તે ઉપરાંત યુકો બેન્કમાં પણ સરકાર હિસ્સો વેચે તેવી સંભાવના છે.

(સંકેત)