Site icon Revoi.in

કાર્યવાહી: બે સહકારી બેંકોને રિઝર્વ બેંકે 7 લાખનો દંડ ફટકાર્યો, નિયમોનું કર્યુ હતું ઉલ્લંઘન

Social Share

નવી દિલ્હી: રિઝર્વ બેંકે બે સહકારી બેંકો વિરુદ્વ કાર્યવાહી કરી છે. આરબીઆઇએ બે સહકારી બેંકોને ખાતેદારોને લગતા નિયમોના ભંગ માટે કુલ 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું હતું કે ખાતેદારોના કેવાયસી તેમજ બીજા નિયમોના ભંગ માટે રાયપુરની વ્યાવસાયિક સહકારી બેંક તેમજ મહારાષ્ટ્રની નાગરિક સહકારી બેંકને આ દંડ ફટકારવામાં આવ્યો હતો.

રિઝર્વે બેંકે સ્પષ્ટતા કરી હતી કે દરેક બેંકને કેવાયસી બાબતમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે જેથી કરીને કોઇ આતંકવાદી કે અસામાજિક તત્વ બેંકમાં ખાતું ખોલાવીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કે કૃત્ય ના કરે. આમ છત્તાં જે બેંકોને દંડ કરવામાં આવ્યો છે એવી કેટલીક સહકારી બેંકો પોતાનો વ્યવસાય સંગીન ચાલી રહ્યો છે એવી છાપ પાડવા માટે ખાતેદારોના કેવાયસીની જોગવાઇને લઇને આંખ આડા કાન કરે છે. તેથી આવી બેંકો વિરુદ્વ કાર્યવાહી કરવાની સર્વોચ્ચ બેંકને ફરજ પડી હતી.

આ દરમિયાન, રાષ્ટ્રીય કૃત બેંક ઑફ બરોડાએ પોતાના ખાતેદારો માટે વ્હોટ્સ એપ સેવા શરૂ કરી રહી હોવાની પણ જાણકારી આપવામાં આવી હતી. ખાતેદાર પોતાના ખાતામાં કેટલી પુરાંત છે એ જાણવા માટે, મિનિ સ્ટેટમેન્ટ માટે કે ચેકબુક મંગાવવા માટે અથવા ડેબિટ કાર્ડ બ્લોક કરવા માટે આ વ્હૉટ્સએપ સેવાનો ઉપયોગ કરી શકે છે.

(સંકેત)