Site icon Revoi.in

SBIએ પોતાના 45 કરોડ ગ્રાહકોને કર્યા સાવધ, કહ્યું, આ રીતે બેંકિંગ ફ્રોડથી બચી શકો છો

Social Share

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBIએ પોતાના ગ્રાહકોને સાવધ કર્યા છે. ઑનલાઇન બેંકિંગથી ગ્રાહકોને વધુ સવલતો જરૂર પ્રાપ્ત થઇ પરંતુ તેણે ખાતાધારકો માટે કેટલીક મુશ્કેલીઓનું પણ સર્જન કર્યું છે. દેશમાં સતત વધી રહેલી ઑનલાઇન છેતરપિંડીને લઇને બેંક અને દેશની સર્વોચ્ચ બેંક RBI પોતાના ગ્રાહકોને સતત એલર્ટ કરતી રહે છે.

SBIએ ફરીથી પોતાના ખાતાધારકોને સતત વધતા બેંકિંગ ફ્રોડથી સાવધ કર્યા છે. અત્યારે મોબાઇલથી જ બેંકિંગ સેવાઓ થઇ રહી છે. પરંતુ જો તમે પણ તમારી બેંકિંગ સંબંધિત માહિતીઓ મોબાઇલમાં સેવ કરી રાખો છો તો તમારા માટે ખતરો છે.

આવી ભૂલ ક્યારેય ન કરો
1. SBI એ કહ્યું છે કે જો તમે તમારા મોબાઈલમાં સંવેદનશીલ બેંકિંગ જાણકારીઓ સેવ કરીને રાખશો તો આ જાણકારીઓ લીક થઈ શકે છે.
2. આ ઉપરાંત એટીએમ કાર્ડનો ખુબ જ સાવધાનીથી ઉપયોગ કરો. ATM નંબર, પાસવર્ડ અને CVV ની જાણકારી કોઈની પણ સાથે શેર ન કરો. તમારું ATM કાર્ડ કોઈને પણ ઉપયોગ કરવા ન આપો.
3. SBI એ પોતાના ગ્રાહકોને કહ્યું છે કે બેંકિંગ માટે પબ્લિક ઈન્ટરનેટ (જાહેરમાં ચાલતા વાઈફાઈ)નો ઉપયોગ ક્યારેય ન કરો. તે સુરક્ષિત નથી. તેમાં તમારી અંગત જાણકારીઓ લીક થવાનો ખતરો રહે છે. તેનાથી તમારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે.

SBIએ જણાવ્યું છે કે, દેશભરમાં ઝડપથી વધતા ફ્રોડથી સાવધ રહેવું આવશ્યક છે. ગ્રાહકોએ ક્યારેય પોતાની બેંક સંબંધિત જાણકારીઓ મોબાઇલમાં સેવ કરીને રાખવી જોઇએ નહીં. જો તમે તમારે બેંકિંગ PIN, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની જાણકારી અને તેમના પાસવર્ડ, CVV વગેરે મોબાઇલમાં સેવ કરીને રાખતા હોવ જેથી કરીને તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય તો તે તમારી સૌથી મોટી બેદરકારી ગણાશે. આવું કરવું જરા પણ હિતાવહ નથી.

આ રીતે રહો સતર્ક

સૌપ્રથમ આ તમામ જાણકારીઓ તમારા મોબાઇલમાંથી તરફ હટાવી નાખો. જો આમ નહીં કરો તો ઑનલાઇન ફ્રોડના તમે શિકાર બની શકો છો. ગ્રાહકો આવી ભૂલ ના કરે તેવું SBIએ કહ્યું છે. આ પ્રકારની એક ભૂલથી તમારું બેંક ખાતું સાફ થઇ જશે. ક્યારેય તમારા બેંક એકાઉન્ટ કે ઑનલાઇન બેંકિંગ સંબંધિ જાણકારી ફોનમાં સેવ કરીને ના રાખો.

(સંકેત)