Site icon Revoi.in

શ્રીનગરને SBIએ આપી ભેટ, ડાલ લેકમાં તરતું મુક્યું Floating ATM, જુઓ PICS

Social Share

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ એક નવી પહેલ અને નવી શરૂઆત કરી છે. SBIએ શ્રીનગરના ડાલ લેક ર હાઉસબોટ પર ATM ખોલ્યું છે. તેનાથી ખાસ કરીને ત્યાં ફરવા જતા પ્રવાસીઓને ફાયદો થશે. જે પ્રવાસીઓને રોકડની જરૂર હોય તે ATMમાંથી રોકડ ઉપાડી શકશે.

શ્રીનગરના લોકોને SBIએ એક શાનદાર ભેટ આપી છે. 16 ઑગસ્ટના રોજ SBIએ શ્રીનગરના પ્રખ્યાત ડાલ લેકમાં હાઉસબોટ પર એક એટીએમ ખોલ્યું છે. SBIના ચેરમેન દિનેશ ખરેએ આ ATMનું ઉદ્વાટન કર્યું હતું.

ATM ફ્લોટિંગ હોવાથી પ્રવાસીઓની રોકડની જરૂરિયાતો પૂરી કરવાની સાથોસાથ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ અનોખી પહેલને લઇને SBIએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વિટ પણ કર્યું છે.

આપને જણાવી દઇએ કે, અગાઉ વર્ષ 2004માં SBIએ કેરળમાં ફ્લોટિંગ એટીએમ શરૂ કર્યું હતું. આ તરતું એટીએમ કેરળ શિપિંગ એન્ડ ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશનની ઝંકાર યાટ પર ખોલવામાં આવ્યું હતું.