Site icon Revoi.in

મંગળવાર શેરબજારને ફળ્યો, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી

Social Share

નવી દિલ્હી: કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે મંગળવાર શેરબજારને ફળ્યો છે. મજબૂત વૈશ્વિક સંકેતોના ફળ સ્વરૂપે ભારતીય શેરબજારમાં તેજીની ચાલ જોવા મળી રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન પર જોવા મળી રહ્યાં છે. આજના કારોબારમાં સેન્સેક્સ ગઇકાલના 57,420.24 બંધ સ્તર સામે 57,751.21 ઉપર ખુલ્યો હતો. સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ 350થી વધુના અંક સાથે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ ઉપલા સ્તરે 17,203.95 સુધી ટ્રેડ કરી રહ્યો હતો.

સોમવારે અમેરિકી બજારો તેજી સાથે બંધ થયા છે. ડાઉ જોન્સમાં સોમવારે 352 પોઇન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને તે 36,302.38ના સ્તર પર બંધ થયો હતો. S & P 500 ઇન્ડેક્સનું રેકોર્ડ ક્લોઝિંગ 4,791ના સ્તરે થયું હતું. નાસ્ડેક પણ 218 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. નવા વર્ષ પહેલા અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી.

બીજી તરફ આજે સેબી બોર્ડની મહત્વની બેઠક છે. આ બેઠકમાં IPOમાં પ્રાઇસ બેન્ડમાં તફાવત તેમજ એન્કર લોક ઇન વધારવા જેવા મોટા મુદ્દાઓ પર નિર્ણય લેવાય તેવી સંભાવના છે.

આજે 28 ડિસેમ્બરે 4 શેર્સમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ રહેશે. આ 4 શેર્સમાં એસ્કોર્ટ્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, વોડાફોન આઇડિયા અને RBL બેંકનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ સોમવાર, 27 ડિસેમ્બરના કારોબારમાં બજારમાંથી રૂ. 1038.25 કરોડ ઉપાડ્યા હતા. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ આ સમયગાળા દરમિયાન બજારમાં રૂ. 955.79 કરોડનું રોકાણ કર્યું હતું.