Site icon Revoi.in

સેન્સેક્સમાં કારોબારી સપ્તાહના અંતિમ દિવસે થોડી રિકવરી, સેન્સેક્સ 59,000થી નીચે સરક્યો

Social Share

નવી દિલ્હી: છેલ્લા ત્રણ દિવસથી સેન્સેક્સમાં 1800 પોઇન્ટના ગાબડા બાદ ચોથા દિવસે પણ શેરબજારમાં નિરુત્સાહી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોવિડની ત્રીજી લહેરની વધુ અસર ના હોવા છતાં કેસની સંખ્યામાં વધારાથી ગભરાટ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ હવે 59000 નીચે સરકી ગયો છે તો નિફ્ટી પણ મોટો ઘટાડો દર્શાવી રહ્યો છે. નિફ્ટી 17,525 સુધી નીચે ગયો હતો.

એશિયાના મુખ્ય બજારોમાં નબળાઇ, વૈશ્વિક નબળા સંકેતો તેમજ અમેરિકન બજારોમાં ભારે વેચવાલીને કારણે પણ શેરબજારની રોનક ફિક્કી પડી છે. ડાઉ જોન્સ ગુરુવારે 313 પોઇન્ટ ઘટીને 34,715.39 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 186 પોઇન્ટ તૂટીને 14,154.02 પર બંધ રહ્યો હતો. જ્યારે S & P 500 ઇન્ડેક્સ 50 પોઇન્ટ ઘટીને 4,482.73 પર બંધ થયો હતો.

બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 4,679.84 કરોડ ઉપાડ્યા હતા તો આ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 769.26 કરોડનું રોકાણ કર્યું હતું.

ગુરુવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ટ્રેડિંગમાં નબળા પડ્યા હતા. સેન્સેક્સ 734 પોઇન્ટના કડાકા સાથે 59,465 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 181 પોઇન્ટ તૂટીને 17757 પર બંધ થયો હતો. નિફ્ટી પર સૌથી વધુ નબળાઇ આઇટી અને ફાર્મા ઇન્ડેક્સમાં જોવા મળી હતી.