Site icon Revoi.in

શેરબજારની સંગીન શરૂઆત, સેન્સેક્સએ 60676ની સપાટી નોંધાવી

Social Share

નવી દિલ્હી: એક તરફ વૈશ્વિક માર્કેટમાં નરમાઇની ચાલ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજીની ચાલ જોવા મળી રહી છે. પ્રારંભિક કારોબારમાં જ શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. આજે સેન્સેક્સ 60660 અને NIFTY 18130ના ઑલ ટાઇમ હાઇ લેવલ પર જોવા મળ્યા હતા.

ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 પ્રમુખ શેર્સ પર નજર કરીએ તો 27 શેર્સ ગ્રીન સીગ્નલ સાથે ટ્રેડ કરી રહ્યા છે અને 3 શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. M&M શેર્સ 2 ટકાથી વધુ, પાવરગ્રીડના શેર 1 ટકાથી વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે. તાતા મોટર્સ ટોપ ગેઇનર છે. બીજી તરફ તાતા સ્ટીલના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

સેન્સેક્સમાં ઉછાળા સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 269 લાખ કરોડને પાર થઇ ગઇ છે. અગાઉ મંગળવારે સેન્સેક્સ 148 અંક અથવા 0.25 ટકા વધીને 60,284 પર અને નિફ્ટી 46 અંક અથવા 0.26 ટકાના વધારા સાથે 17,991 પર બંધ રહ્યા હતા.

નોંધનીય છે કે, મંગળવારે, નિફ્ટી પ્રથમ વખત 18000 ના સ્તરથી ઉપર બંધ થયો હતો. ગઈકાલે બજારની શરૂઆત નબળાઈથી થઈ હતી પરંતુ બાદમાં તે સુધરી ગઈ. સેન્સેક્સ 149 અંક વધીને 60284 ના સ્તર પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ 58 પોઈન્ટ મજબૂત થઈને 18004 ના સ્તર પર બંધ થયો હતો.