Site icon Revoi.in

દેશમાં ખાંડનું ઉત્પાદન 20% વધીને 259 લાખ ટન નોંધાયું

Social Share

નવી દિલ્હી: દેશમાં ખાંડનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં ખાડનું ઉત્પાદન 1 ઑક્ટોબર 2019 થી 15 માર્ચ 2021 દરમિયાન 258.68 લાખ ટને પહોંચી ગયું જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 216.13 લાખ ટન હતું. આવી રીતે ખાંડ ઉત્પાદનમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. ISMA અનુસાર સીઝન વર્ષ 2020-21માં 15 માર્ચ સુધી 502 ટન ખાંડ મિલોમાંથી 171 મિલો શેરડી ઉપલબ્ધ ના હોવાથી બંધ થઇ ગઇ છે.

ઉત્તરપ્રદેશમાં 15 માર્ચ 2021 સુધી 84.25 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયમાં તેનું ઉત્પાદન 87.16 લાખ ટન હતુ. રાજ્યમાં 120 ખાંડ મિલોમાં શેરડીનુ પિલાણ થઇ રહ્યુ છે જ્યારે 18 બંધ થઇ ચૂકી છે. પાછલા વર્ષે સમાન સમયમાં 118 ખાંડ મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી.

ઇસ્માના મતે મહારાષ્ટ્રમાં ચાલુ સીઝનમાં 140 ખાંડ મિલો ચાલી રહી હતી જ્યારે રાજ્ય માં ચાલુ સીઝનમાં અત્યાર સુધી 94.05 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. વિતેલ સીઝનમાં તેનુ ઉત્પાદન અત્યાર સુધી 55.85 લાખ ટન હતુ.  રાજ્યમાં અત્યાર સુધી 48 મિલો બંધ થઇ ચૂકી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયમાં તેની સંખ્યા 56 હતી. કર્ણાટકમાં 66 સુગર મિલો ચાલી રહી છે તેમજ 41.35 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ. રાજ્યમાં પાછલા વર્ષે સમાન સમયમાં તેનું ઉત્પાદન 33.35 લાખ ટન હતુ તેમજ 63 સુગર મિલો ચાલી રહી હતી. રાજ્યમાં અત્યાર સુધી 66 સુગર મિલોમાંથી 62 સુગર મિલોમાં શેરડીનું પિલાણ અટકી ગયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયમાં આ સંખ્યા 50 હતી.

ગુજરાતમાં 15 માર્ચ સુધી કુલ ઉત્પાદન 8.49 લાખ ટન ખાંડનું થયુ જ્યારે પાછલા વર્ષે સમાન સમયમાં 7.78 લાખ ટન ખાંડનુ ઉત્પાદન થયુ હતુ. રાજ્યમા 15 ખાંડ મિલો ચાલી રહી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયમાં પણ 15 સુગર મિલો ચાલી રહી હતી. આ સીઝનમાં હવે બે સુગર મિલો બંધ થઇ છે.

તમિલનાડુમાં 26 સુગર મિલોમાં ઉત્પાદન થઇ રહ્યુ છે તેમજ અત્યાર સુધી 4.01 લાખ ટન ખાંડનુ ઉત્પાદન થઇ ચૂક્યુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયમાં 4.12 લાખ ટન ખાંડનુ ઉત્પાદન થયુ હતુ તેમજ 23 સુગર મિલો ચાલી રહી હતી. આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 26.53 લાખ ટન ખાંડનુ ઉત્પાદન થયુ છે.

(સંકેત)