Site icon Revoi.in

ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળતા IT સેક્ટરમાં 2 આંકડાની વૃદ્વિ થવાની સંભાવના

Social Share

એક તરફ કોરોનાનો કહેર ભલે યથાવત્ હોય પરંતુ સામે માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને આઇટી સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસના શાનદાર લિસ્ટિંગે એકવાર ફરી આઇટી શેર્સમાં રોકાણકારોના વિશ્વાસને સ્પષ્ટપણે દર્શાવ્યો હતો. હાલમાં ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધી રહેલા ભારથી આઇટી કંપનીઓમાં તેજી જોવા મળી રહી છે.

માર્કેટમાં ટ્રેન્ડ પર નજર કરીએ તો છેલ્લા 3 મહિનામાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 36.2 ટકા ઉપર ગયો, જે નિફ્ટી-50માં આવેલી તેજીથી પાંચ ગણો છે. આ સમયગાળા દરમિયાન નિફ્ટી-50માં 7.4 ટકા સુધીની તેજી જોવા મળી હતી.

નાણાંકીય વર્ષ 2022ની અંદાજીત આવકના 21.5 ગણા પર, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ હાલના સમયે બેન્ચમાર્ક નિફ્ટી-50ની તુલનાએ 29 ટકા  ઊંચાઇએ ટ્રેડ થઇ રહ્યો છે.

નાણાકીય વર્ષ 2022માં IT સેક્ટરની અંદાજીત રેવેન્યૂ 21.5 ટકા સામેની 21.5 ઘણી ઊંચાઇએ જોવા મળશે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ વર્તમાન સમયમાં નિફ્ટી-50ના મુકાબલે 29 ટકાની ઊંચાઇએ કારોબાર કરી રહ્યો છે. આ અનુસાર આઇટી શેર્સમાં ઘટાડાની કોઇ નકારાત્મક જોખમની આશંકા નથી.

મહત્વનું છે કે, મજબૂત ઓર્ડર ફ્લોને કારણે આઇટી કંપનીઓમાં મોટો સુધારો આવ્યો છે અને તેનાથી IT સેક્ટરના મૂલ્યાંકનને મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે. વર્તમાન ઉચ્ચ મૂલ્યાંકનથી આગામી ત્રણ વર્ષમાં બે-અંકની વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે, જોકે આ વૃદ્ધિ દરેક કંપની માટે અલગ અલગ હશે.

(સંકેત)