Site icon Revoi.in

નવા વર્ષથી ગ્રાહકોએ મોંઘવારી સહન કરવા તૈયાર રહેવું પડશે, બદલાશે આ નિયમો

Social Share

નવી દિલ્હી: નવા વર્ષ શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા વર્ષે ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. 1 જાન્યુઆરીથી ચાર ફેરફાર થવા જઇ રહ્યા છે. આ ફેરફારથી ગ્રાહકોએ વધુ ખિસ્સા ખાલી કરવા માટેની માનસિક તૈયારી રાખવી પડશે.

નવા વર્ષથી જો તમે ATMમાંથી રોકડ ઉપાડવાનું વિચારી રહ્યા હોય તો હવે તમને તે મોંઘુ પડશે. ગ્રાહકોને આપવામાં આવેલી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પૂર્ણ થતાં ATM ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ વધારવામાં આવ્યો છે. આ માટે RBIએ જૂન મહિનામાં જ મંજૂરી આપી હતી.

જો તમે પણ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ગ્રાહકો હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે એક મર્યાદાથી વધારે રોકડ ઉપાડવા કે જમા કરવા પર હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે. IPPBમાં આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી રહ્યો છે. બચત અને ચાલુ ખાતામાં વગર ચાર્જે હવે 10,000 રૂપિયા જ જમા કરી શકાશે. આ લિમિટથી વધારે રૂપિયા જમા કરવા પર ગ્રાહકોએ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ જ રીતે બચત અને ચાલુ ખાતાં દર મહિને 25,000ની મર્યાદા સુધી રોકડ ઉપાડ કરી શકાશે.

1 જાન્યુઆરીથી કપડા અને જૂતા પણ મોંઘા થઇ રહ્યા છે. આ પાછળનું કારણ છે GST. સરકારે કપડા, જૂતા પર લાગતાં 5 ટકા જીએેસટીને વધારે 12 ટકા કર્યો છે. એટલે કે કપડા અને જૂતા પર નવા વર્ષના પહેલા દિવસથી જ 5 ટકાને બદલે 12 ટકા GST વસૂલવામાં આવશે.

નવા વર્ષની શરૂઆતથી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લઇને પણ કેટલાક ફેરફારો થઇ રહ્યા છે. નવા વર્ષથી ગૂડ્સ અને સર્વિસ ટેક્સનું ખોટું રિટર્ન ભરવું પણ મોંઘુ થશે. 1 જાન્યુઆરીથી જીએસટી વિભાગ ખોટું રિટર્ન ભરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ કરશે.