Site icon Revoi.in

રૂપે કાર્ડધારકો માટે ખુશખબર! હવે ઓફલાઇન ટ્રાન્ઝેક્શન પણ કરી શકાશે

Social Share

નવી દિલ્હી: રૂપે કાર્ડધારકો માટે ખુશખબરી છે. હવે ઇન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરી શકાશે. આ અંગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તેઓ રૂપે કોન્ટેક્ટલેસ કાર્ડમાં ઓફલાઇન પેમેન્ટ માટે નવું ફીચર જોડી રહ્યા છે. આ માટે પાયલોટ બેસિસ એટલે કે પ્રાયોગિક ધોરણે કામ શરૂ થઇ ગયું છે. જો કે, ટ્રાન્ઝેક્શન માટે વિસ્તારમાં પોઇન્ટ ઓફ સેલ હોવું જરૂરી છે. રીલોડેબલ તરીકે એનસીએમસી કાર્ડની સાથે ગ્રાહકોને ટ્રાન્ઝેક્શનમાં સરળતા રહેશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કાર્ડધારકો માટે આ ખાસ ફીચર સાબિત થવાનું છે. કારણ કે, નવા ફીચરથી પૂઅર નેટવર્ક અથવા ઇન્ટરનેટ વગર પણ નાના ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. તેમાં મેટ્રો ટિકિટ, બસ ટિકિટ, કેબ ફેર વગેરેના પેમેન્ટ સામેલ છે. તેની વિશેષતા એ છે કે તે સામાન્ય લેવડદેવડ કરતાં ઝડપી ગતિએ કામ કરે છે. તેમાં જાણકારી ભર્યા પછી ઓકે કરતાં જ ઓછા સમયમાં પેમેન્ટ શક્ય બને છે.

આ અંગે રૂપે અને એનપીસીઆઇના વડા નલિન બંસલે કહ્યું હતું કે અમારું માનવું છે કે આ કેશલેસ અર્થવ્યવસ્થાના સ્વપ્નને મદદ કરશે. રૂપે કોન્ટેક્ટલેસ ઓફલાઇન ફિચર દ્વારા દેશમાં ડિજીટલ પેમેન્ટ્સ મજબૂતી મળશે. આવી સેવાને થોડા દિવસો પહેલા રિઝર્વ બેંકએ મંજૂરી આપી હતી. આ સુવિધા ફક્ત નાના પેમેન્ટ્સ માટે જ હશે.

(સંકેત)