Site icon Revoi.in

એપીએસઈઝેડના સંયુક્ત સાહસ, અદાણી ઈન્ટરનેશનલ કન્ટેઈનર ટર્મિનલ પ્રા.લિ. (‘એઆઈસીટીપીએલ’) ના સૌ પ્રથમ યુએસ ડોલર બોન્ડને અભૂતપૂર્વ પ્રતિસાદ

Social Share

અમદાવાદ, તા.28 ડિસેમ્બર, 2020: તા.21,  ડિસેમ્બર, 2020ના રોજ જારી કરેલા એઆઈસીટીપીએલના  પ્રથમ 300 મિલિયન યુએસ ડોલરના બોન્ડ ઈસ્યુને વિશ્વના મોટા રોકાણકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ હાંસલ થયો છે.  220 જેટલાં એકાઉન્ટસ આ ઈસ્યુમાં સામેલ થતાં  આ ભરણું આશરે 10 ઘણું છલકાઈ ગયુ છે. 10 વર્ષના ગાળાના આ ઈસ્યુને 3 .00 ટકાની ઉપજ સાથે ઓફર કરાયો હતો. આ દર છેલ્લા પાંચ વર્ષમાં કોઈ ભારતીય કંપનીએ ઓફર કરેલો સૌથી ઓછો કૂપન રેટ છે.

મજબૂત શેરધારકો એપીએસઈઝેડ અને ટીઆઈએલના જોડાણ  અને તેમની સંયુક્ત બિઝનેસ તાકાતને  કારણે  તેમજ તમામ 3 ઈન્ટરનેશનલ રેટીંગ એજન્સીઓના હકારાત્મક ઈનવેસ્ટમેન્ટ ગ્રેડ રેટીંગના કારણે ઈસ્યુ લાવનારની  ક્રેડીટ ક્વોલિટીના પીઠબળને કારણે રોકાણકારો આકર્ષાયા છે.

આ ભરણુ  એસેટસ અને ફાયનાન્સના મૂડીના માળખાને  રિએન્જીન્યર  કરવા માટે તથા  મૂડીબજારનો સાથ લેવાની  લેવાની તથા પ્રોજેકટની લાઈફ દરમ્યાન ડેબ્ટ ઉપલબ્ધ થાય તે પ્રકારની અદાણી જૂથની વિચારધારા મુજબ લાવવામાં આવ્યુ હતું.  આ બોન્ડનો ઈસ્યુ ટીઆઈએલની, પોતાની દુનિયાભરની કંપનીઓના  વિવિધીકરણની તથા ભંડોળના સારામાં સારા સ્ત્રોતોની  વ્યૂહરચના અનુસાર જારી કરાયો હતો.

બાર્કલે, સીટીગ્રુપ, ડીબીએસ બેંક, એમયુએફડી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર આ ભરણાંના ગ્લોબલ કો-ઓર્ડીનેટર, બુક રનર્સ અને લીડ મેનેજર્સ હતા.

એપીએસઈઝેડના સીઈઓ અને હોલટાઈમ ડિરેકટર શ્રી કરણ અદાણી જણાવે છે કે  “આ ભરણું મૂડી બજારનો સાથ લઈ મૂડી માળખાને રિએન્જીન્યર કરવાની તથા એસેટની લાઈફ અનુસાર ડેબ્ટની મેચ્યોરિટી વિસ્તારવાની  જૂથની કેપિટલ મેનેજમેન્ટ વિચારધારા મુજબ લવાયુ છે. ટીઆઈએલ સાથેના અમારા સંબંધો અમારા માટે ખૂબ જ મહત્વના છે અને તે મુંદ્રાને  આ રિજીયનનું કન્ટેઈનર હબ  અને એઆઈસીટીપીએલને અમારૂં ફલેગશીપ ટર્મિનલ  બનાવવાની  અમારી વ્યૂહરચનામાં ખૂબ જ મહત્વના બની રહે છે. આ સફળ ભરણું ખાનગી સંયુક્ત સાહસના સ્તરે કોર્પોરેટ ગવર્નન્સની કદર અને સ્વીકૃતિ દર્શાવે છે. પોર્ટ વર્ટીકલની કોઈ સંયુક્ત કંપનીનું આ ભરણું જૂથનાં અન્ય સંયુક્ત સાહસો  અને પેટા કંપનીઓ માટે મૂડીબજારનો  લાભ લેવાનો માર્ગ મોકળો કરે છે અને એક સિમાચિન્હરૂપ ઉદાહરણ પૂરૂ પાડે છે.”

ટીઆઈએલના સીઈઓ શ્રી અમ્મારકન્નન જણાવે છે કે “અદાણી સાથેના અમારા સંબંધો  વિશ્વાસ, પારદર્શકતા અને સન્માનના સિધ્ધાંતો આધારિત  કોમર્શિયલ પાર્ટનર્શીપનુ ઉત્તમ  ઉદાહરણ પૂરૂ પાડે છે. અને અમારા તમામ ખંડના ટર્મિનલ્સના એકંદર પોર્ટફોલિયોમાં મહત્વનુ સ્થાન ધરાવે છે અને ઉત્તર ભારત જતા તમામ કાર્ગો માટે પસંદગીનું પોર્ટ બની રહે છે. એઆઈસીટીપીએલની સંચાલન કામગીરી અમારી માલિકીના ટર્મિનલના પોર્ટફોલિયોમાં ઉત્તમ રહી છે. ભારત એ અમારા મૂડી રોકાણ માટેનું વ્યૂહાત્મક સ્થળ છે અને અમે આગળ જતાં અહીં ઘણી મોટી તકો માટે આશા રાખી રહ્યા છીએ.

 એપીએસઈઝેડઅદાણી ઈન્ટરનેશનલ  કન્ટેઈનર ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ અંગેઃ

એઆઈસીટીપીએલ એ મુંદ્રાની કન્ટેઈનર ટર્મિનલ ઓપરેટીંગ કંપની છે. તે 3.1 મિલિયન ટીઈયુની વાર્ષિક હેન્ડલીંગ ક્ષમતા ધરાવે છે. 1460 મીટરની ક્વે લેન્થ અને 17.5 મીટરનો ડીપ ડ્રાફ્ટ ધરાવતું આ ટર્મિનલ દુનિયાના  સૌથી મોટા કદના કન્ટેઈનર કેરિયરના સંચાલન માટે સક્ષમ છે. આ કારણે એએઆઈસીટીપીએલ ટ્રાન્સશીપમેન્ટ કાર્ગો માટે મહત્વનું સ્થળ બની રહે છે, જ્યારે ભારતીય રક્ષા ઉપર મુંદ્રાનું વ્યૂહાત્મક સ્થાન અને અરબી સમુદ્રમાં ઓશનીક ટ્રેડ રૂટ આયાત- નિકાસના કાર્ગો માટે મજબૂત સુવિધા બની રહે છે. કંપનીને તેમની મૂળ કંપની ટીઆઈએલ અને એપીએસઈઝેડ જેવી પિતૃ સંસ્થાનો લાભ મળ્યો છે.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ) અંગેઃ

 અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ) એ વિશ્વભરમાં વિવિધિકરણ ધરાવતા અને ભારતના સૌથી મોટા સુસંકલિત પોર્ટસ એન્ડ ટ્રાન્સપોર્ટ યુટીલીટી પ્લેટફોર્મ અને તેની ભૌતિક અસ્કયામતોનું પીઠબળ ધરાવતા અદાણી જૂથની કંપની છે. માત્ર બે દાયકાના ટૂંકાગાળામાં કંપનીએ સમગ્ર પોર્ટ સેક્ટરમાં સફળતાપૂર્વક  પરિવર્તન હાંસલ કર્યું છે અને તેના પોર્ટ આધારિત સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અને લોજીસ્ટીક્સ સર્વિસીસ શાખાઓ મારફતે તે પોતાને એક ટ્રાન્સપોર્ટ યુટિલીટી તરીકે સંપૂર્ણપણે રૂપાંતરીત કરશે. વ્યૂહાત્મક સ્થળે આવેલા 11 પોર્ટસ/ટર્મિનલ્સ,  20 ઈનલેન્ડ લોજીસ્ટીક્સ ટર્મિનલ્સ અને 5 લોજીસ્ટીક પાર્કસ/ આઈસીડી દેશની કુલ પોર્ટ કેપેસીટીના 24 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરીને ભારતના સમગ્ર સાગરકાંઠાને આવરી લે છે અને સમગ્ર દેશને લોજીસ્ટીક્સ સર્વિસીસ પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે.

 ટર્મિનલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડે અંગેઃ

ટર્મિનલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ (ટીઆઈએલ) એ વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું કન્ટેઈનર ટર્મિનલ ઓપરેટર છે, જે દર વર્ષે 34 મિલિયન કન્ટેઈનર્સનું હેન્ડલીંગ કરે છે. ટીઆઈએલમાં એમએસસીની મહત્તમ માલિકી છે. વિશ્વના સૌથી મોટા બે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ, ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ અને સિંગાપુરની જીઆઈસી મળીને એમએસસી દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટુ કન્ટેઈનર શિપીંગ ગ્રુપ છે.

(સંકેત)