Site icon Revoi.in

આજે જ બેંકનું આ મહત્વનું કામ પૂરું કરો, બાકી તમારું ખાતું થઇ જશે સીલ

સાયબર ક્રાઇમ
Social Share

નવી દિલ્હી: નવા વર્ષને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવા વર્ષે નાણાકીય રીતે પણ અનેક ફેરફારો થવા જઇ રહ્યા છે. અનેક ચીજવસ્તુઓ મોંઘી થવા જઇ રહી છે તેમજ બેંન્કિંગને લગતા કેટલાક બદલાવ પણ જોવા મળશે. એક મહત્વનો ફેરફાર એ થઇ રહ્યો છે કે તમારે તમારા બેંક ખાતાને અપડેટ કરવું પડશે અને KYC અપડેટ કરાવવું પડશે. કારણ કે 1 જાન્યુઆરી, 2022થી જે ખાતાનું KYC અપડેટ નથી થયું તેને બેંક સીઝ કરી શકશે. RBIએ KYCને લઇને બેંકોને કડક પગલાં ભરવા કહ્યું છે.

તેથી જ જો તમે પણ તમારા બેંક ખાતામાં KYC અપડેટ નથી કર્યો તો ફટાફટ અપડેટ કરાવી લો. નહીં તો નવા વર્ષમાં તમે પોતાના બેંક ખાતા સાથે જોડાયેલા અનેક વ્યવહારો કરી નહીં શકો. RBI એવા દરેક ખાતાધારકો વિરુદ્વ કાર્યવાહી કરશે, જેણે 31 ડિસેમ્બર, 2021 સુધી પોતાનું KYC નથી કરાવ્યું.

આપને જણાવી દઇએ કે KYC હેઠળ ગ્રાહકોએ પોતાની ઓળખ અને સરનામાનો પુરાવો આપવાનો હોય છે. નાણાકીય વ્યવહારો માટે KYCની જરૂર પડે છે. માટે બેંકને ગ્રાહકો વિશે અપડેટ જાણકારી મળતી રહે છે. વધુ જોખમી ખાતાધારકોને દર બે વર્ષમાં KYC અપડેટ કરાવવું પડે છે. જ્યારે ઓછા જોખમી ખાતા માટે 10 વર્ષમાં 1 વખત KYC કરાવવું પડે છે. લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે પણ કેવાયસીની આવશ્યકતા રહે છે.

નોંધનીય છે કે, RBIએ આ વર્ષે મે મહિનામાં દરેક બેન્કને એક પરિપત્ર મોકલ્યું હતું. RBIએ આ પરિપત્રમાં જણાવ્યું હતું કે ‘દેશના વિવિધ ભાગોમાં હાજર કોવિડ સંબંધિત પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા, રેગ્યુલેટેડ એન્ટિટીઝને સલાહ આપવામાં આવી રહી છે કે ગ્રાહકોના ખાતા સંબંધમાં જ્યાં KYCનું અપડેશન કરવામાં આવે છે અને આ વિલંબિત છે એવા ખાતાના સંચાલન પર આ કારણથી 31 ડિસેમ્બર 2021 સુધી ઘણા પ્રતિબંધ નહીં લગાવવામાં આવે.