Site icon Revoi.in

સરકાર પેટ્રોલ-ડિઝલની કમાણીનો ક્યાં કરે છે ઉપયોગ? ગડકરીએ આપ્યો આ જવાબ

Social Share

નવી દિલ્હી: એક તરફ દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો સતત વધી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર એક્સાઇઝ ટેક્સથી મળતી રકમનો ક્યાં ઉપયોગ થઇ રહ્યો છે તે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ રકમનો ઉપયોગ માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ અન્ય વિકાસ કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે.

હાલની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિકાસ કાર્યો માટે સંસાધન એકત્રિત કરવાના હેતુસર પેટ્રોલિયમ પ્રોડકટ્સ પર એક્સાઇઝ ટેક્સ નક્કી કરવામાં આવ્યો છે.

નીતિન ગડકરીએ મંત્રાલયના કહ્યું કે પેટ્રોલ-ડીઝલની મૂલ્ય વૃદ્ધિની કુલ પરિવહન કોસ્ટ પર અસર 34 ટકા છે. તેમણે એવું પણ કહ્યું કે માર્ગથી પરિવહનની કોસ્ટ બીજી ઘણી ચીજવસ્તુઓ પર નિર્ભર કરે છે. જેમાં વ્હીકલ ખરીદી પર લાગુ મૂડી, પગાર, ઈન્સ્યોરન્સ, પરમિટ ટેક્સ, મેઈન્ટેનન્સ, પેટ્રોલ, ટોલ ટેક્સ અને અન્ય ખર્ચ સામેલ છે.

તેમણે એવું પણ જણાવ્યું કે બજારની સ્થિતિઓ અને વધુ કોસ્ટ પરવડે તેની ક્ષમતા અનુસાર ટ્રાન્સપોર્ટ કંપનીઓ વધેલા કોસ્ટનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે અને તે બોજ ના પણ નાખી શકે.