Site icon Revoi.in

દેશમાં ઝડપી ગતિએ વધી રહ્યું છે જૂની કારનું માર્કેટ, સેકન્ડ હેન્ડ કારની ખરીદી વધી

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી અને અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ હોવા છતાં ભારતમાં સેકેન્ડ હેન્ડ કારનું માર્કેટ ફૂલ્યુંફાલ્યું છે. જૂની કારના બજારને ખરીદદારો તરફથી બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. દેશના સૌથી મોટા ઓટો ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, જૂની કારો અંગે ગ્રાહકોની પૂછપરછમાં પણ અંદાજે 10 ટકાનો વધારો થયો છે, જ્યારે બીજી તરફ નવા કાર ઉદ્યોગમાં આશરે 16 ટકાનો ઘટાડો થયો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વપરાયેલી કારોનો વર્તમાન રેશિયો 1.4 ટકાથી વધીને 1.6 ટકા થઈ ગયો છે. જ્યાં ગયા વર્ષે કારનું વેચાણ 37 લાખ રહ્યું અને સંકેત મળ્યા કે નજીકના ભવિષ્યમાં આ આંકડો વધીને લગભગ 40 લાખ થઈ શકે છે.

નેટ એક્સચેન્જ રિપ્લેસમેન્ટમાં લગભગ 20 ટકાનો ઘટાડો હતો કારણ કે નવી ખરીદીમાં ઘટાડાથી ખરીદદારો પ્રભાવિત થયા હતા. જો કે, સારી વાત એ છે કે નવા ખરીદદારો (જે ટૂ-વ્હીલર્સથી કાર ખરીદવાનો આગ્રહ રાખતા હતા) ફર્સ્ટ-ટાઇમ કાર-બાયર્સની કેટેગરીમાં આવ્યા.

ભારતમાં જૂની કારનું માર્કેટ મોટા ભાગે સંગઠિત કંપનીઓ પર કેન્દ્રિત છે જેમાં મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યુ, હોન્ડા ફર્સ્ટ ચોઇસ, ટાટા મોટર્સ એશ્યોર્ડ અને સ્પિની અને અન્ય અસંગઠિત ક્ષેત્રના સ્ટાર્ટઅપ સામેલ છે. સંગઠિત કંપનીઓ કુલ બજારના આશરે 20 ટકા ફાળો આપે છે અને કન્ઝ્યૂમર-ટૂ-કન્ઝ્યૂમર વેચાણમાં બજારનો 55 ટકા હિસ્સો છે.

(સંકેત)