Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સીમાં તેજી જ તેજી, 1 બિટકોઇનની કિંમત 14.89 લાખ રૂપિયા થઇ

Social Share

દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનનો ટ્રેન્ડ ઝડપી ગતિએ વધી રહ્યો છે. કોરોના મહામારીના કારણે આર્થિક અનિશ્વિતતાના આ સમયમાં પણ ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ફરી એક વાર ઓલ ટાઇમ રેકોર્ડ હાઇ પર છે. ક્રિપ્ટોકરન્સી 8.7 ટકાથી વધીને $19,857.03 (લગભગ 14.89 લાખ રૂપિયા) થઇ ગઇ છે. જેનાથી તેનો વર્ષ દર વર્ષનો વધારો 177 ટકા પર પહોંચી ગયો છે.

આપને જણાવી દઇએ કે ક્રિપ્ટોકરન્સી એક ડિજીટલ કરન્સી છે જે બ્લોકચેન ટેકનિક પર આધારિત છે. આ કરન્સીમાં ફૂટલેખન ટેકનિકનો ઉપયોગ થાય છે. આ ટેકનીક દ્વારા કરન્સીના સમગ્ર ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ વિગતો હોય છે. તેને હેક કરવું પણ મુશ્કેલ છે. આ કારણે જ ક્રિપ્ટોકરન્સીમાં છેતરપિંડી થવાની સંભાવના ઓછી છે. ક્રિપ્ટોકરન્સીનું પરિચાલન કેન્દ્રીય બેંકથી સ્વતંત્ર રીતે થાય છે જે તેની મોટી ખામી છે.

બિટકોઇન ટ્રેડિંગની વાત કરીએ તો બિટકોઇન ટ્રેડિંગ ડિજીટલ વોલેટ મારફતે થાય છે. બિટકોઇનની કિંમત વિશ્વભરમાં એક સમયે એક સમાન હોય છે અને તે તેની ટ્રેડિંગ માટે જાણીતું છે. વિશ્વભરમાં તેની ગતિવિધિઓના હિસાબ રાખવામાં આવે છે અને બિટકોઇનની કિંમત વધતી ઘટતી રહે છે. આને કોઇ દેશ નિર્ધારિત નથી કરતો પણ તે ડિજીટલી કંટ્રોલ કરનારી કરન્સી છે. બિટકોઇન ટ્રેડિંગનો કોઇ નિર્ધારિત સમય હોતો નથી. તેની કિંમતમાં ઉતાર ચડાવ જલ્દીથી આવે છે.

બિટકોઇન કરન્સથી સૌથી મોટું નુકસાન એ છે કે જો તમારું કમ્પ્યુટર હેક થઇ ગયું તો તે પાછું નથી આવતું. અને તેની ચોરીની ફરિયાદ તમે પોલીસમાં નથી કરાવી શકતા.

નોંધનીય છે કે બિટકોઇનની શરૂઆત 2009માં થઇ હતી. પ્રારંભિક કેટલાક વર્ષોમાં બિટકોઇન ધીરે ધીરે વધ્યો હતો. જો કે વર્ષ 2015માં તેમાં તેજી જોવા મળી. અનેક દેશોમાં આ વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગ કરવું કાનૂની માનવામાં આવે છે.

(સંકેત)