Site icon Revoi.in

ભારત સહિત વિશ્વના શેરમાર્કેટમાં કડાકો, ડાઉમાં પણ 447 પોઇન્ટનું ગાબડું

Social Share

નવી દિલ્હી: વિશ્વભરના શેરબજારોમાં આજે કડાકો બોલી ગયો હતો.  ચીન તથા યુ.કે.માં એનર્જી કટોકીટના અહેવાલ અને બીજી તરફ વિશ્વબજારમાં ક્રૂડ ઑઇલ 80 ડૉલરની સપાટીએ પહોંચતા વિશ્વભરના શેરબજારોમાં આજે ભારે ગભરાટ ફેલાતા ઝડપી પીછેહઠ થઇ હતી.

આજે સેન્સેક્સની વાત કરીએ તો બીએસઇ સેન્સેક્સમાં ઇન્ટ્રા ડે 1042 પોઇન્ટનો અને નિફ્ટીમાં 279 પોઇન્ટનો કડાકો નોંધાયા બાદ શોર્ટકવરીંગે બાઉન્સબેક થયા હતા. અમેરિકી શેરબજારો પણ આ અહેવાલો પાછળ કામકાજના પ્રારંભિક તબક્કામાં તૂટ્યા હતા. આજે ડાઉજોન્સમાં પણ 447 પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું.

ચીનની સરકાર દ્વારા કોર્પોરેટ ક્ષેત્ર પર વિવિધ અંકુશો લદાતા તેની ગંભીર અસર થવા પામી છે. બીજી તરફ હવે ત્યાં એનર્જી કટોકટી ઉદ્ભવતા અનેક કંપનીઓએ ઉત્પાદન બંધ કર્યું છે. તો બીજી તરફ કેટલીક કંપનીઓ દ્વારા વીજ બેકઅપનો ઉપયોગ કરાતા તેમના નાણાંકીય બોજામાં વધારો થયો છે.

યુ.કે.માં પણ પેટ્રોલ- ડિઝલની સાથોસાથ ગેસ સ્ટેશનોમાં શટર પડી ગયાના અહેવાલો હતા બીજી તરફ વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધીને બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધીને 80 ડોલર પહોંચ્યા બાદ આજે તેમાં પણ ઘટાડો નોંધાયો હતો.

મોડી સાંજે બ્રેન્ટ ક્રૂડ 74.94 ડોલર બોલાતું હતું. આ અહેવાલોની આજે વિશ્વભરના શેરબજારો પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. વેચવાલીના દબાણે એશિયાઈ, યુરોપીયન બજારો તૂટયા હતા. ભારતીય શેરબજારોમાં પણ આજે ગાબડા નોંધાયા હતા. અમેરિકન શેરબજારો પણ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં તૂટયા હતા.

મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ વૈશ્વિક પ્રતિકૂળ અહેવાલો પાછળ ઇન્ટ્રાડે 1042.35 પોઇન્ટનો કડાકો બોલતા 59045ના તળિયે ઉતરી આવ્યો હતો. જો કે, પાછળથી શોર્ટ કવરીંગે અગાઉ ગુમાવેલી સપાટી પૈકી અડધોઅડઘ પોઇન્ટ રીકવર થયા હતા.

જ્યારે નિફ્ટી ઇન્ટ્રા ડે 279 પોઇન્ટ તુટી 17576 ઉતર્યા બાદ બાઉન્સબેક થવા છતાં કામકાજના અંતે 106.50 પોઇન્ટ તૂટી 17748.60ની સપાટીએ નરમ રહ્યો હતો.