Site icon Revoi.in

ઇન્ટરનેટ કનેક્શન વગર પણ UPI ટ્રાન્ઝેક્શન થઇ શકશે, આ રીતે તમે કરી શકો છો ટ્રાન્ઝેક્શન

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે સમગ્ર વિશ્વ ઠપ થઇ ગયું હતુ. જેના ફરીથી પાટે ચડવામાં ઘણો સમય લાગી ગયો હતો. લોકડાઉન અને અન્ય નિયમોને કારણે જનજીવનમાં અનેક ફેરફારો કરવાની નોબત આવી છે. આ પરિસ્થિતિએ ખાસ કરીને મોટા ભાગની વસ્તીને ઇન્ટરનેટ સાથે જોડાઇ રહેવા મજબૂર કર્યા છે. જેમાં લોકો ડિજીટલ ટ્રાન્ઝેક્શન તરફ વળ્યા છે.

લાંબા સમયથી નેટ બેન્કિંગની સુવિધા મળી રહી છે અને હવે UPIએ આ સર્વિસને સિંગલ વિન્ડોથી વધુ સરળ બનાવી છે. પરંતુ UPI પેમેન્ટ દ્વારા પેમેન્ટ કરવા કે મેળવવા માટે એક એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની આવશ્યકતા રહે છે. એવામાં ઇન્ટરનેટ ડેટા પૂરા થઇ જાય તો શું કરવું એ મુશ્કેલી બની શકે છે. આવા સમયે અર્જન્ટ પેમેન્ટ માટે NUUPનો ઉપયોગ કરી શકાય છે.

NUUP અથવા *99# સર્વિસ નવેમ્બર 2012માં NPCI દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સેવાની શરૂઆત દરમિયાન તે મર્યાદિત હતી અને માત્ર 2 જ કંપનીઓ આ સર્વિસ આપતી હતી. પરંતુ એ પછી એને એ રીતે ઓથોરાઇઝ્ડ કરવામાં આવી કે ઇન્ટરનેટ કનેક્શન વગર પણ UPI ટ્રાન્ઝેક્શન કરી શકાય. જે એકદમ સરળ પદ્વતિથી થઇ શકે છે.

આ માટે પ્રક્રિયા શરુ કરતાં પહેલા સલાહ આપવામાં આવે છે કે ભીમ એપ ડાઉનલોડ કરી લેવી. જેમાં વન ટાઇમ રજિસ્ટ્રેશન કર્યા પછી ઓફલાઇન UPI ટ્રાન્જેક્શન કરી શકાય છે.

સૌથી પહેલા પોતાના ફોન પર ડાયલ પેડ ખોલીને ટાઇપ કરો *99#. જે તમને નવા મેનૂ પર નેવિગેટ કરશે, અહીં સાત વિકલ્પ જોવા મળશે, જેમાં સેન્ડ મની, રિસીવ મની, ચેક બેલેન્સ, માય પ્રોફાઇલ, પેન્ડિંગ રિક્વેસ્ટ, ટ્રાન્જેક્શન અને UPI પિન સામેલ છે. પૈસા મોકલવા માટે ડાયલ પેડ પર નંબર 1 દબાવો. જે તમને તમારા રજિસ્ટર્ડ નંબર, UPI આઇડી અથવા બેન્ક એકાઉન્ટ નંબર કે IFSC કોડનો ઉપયોગ કરી પૈસા મોકલી શકાશે.