Site icon Revoi.in

નાણા મંત્રાલયનો નિર્ણય, રૂ.40 લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને GSTમાંથી મુક્તિ

Social Share
જે વેપારીઓના વ્યાપારનું વાર્ષિક ટર્નઓવર રૂ.40 લાખ હોય તેઓ માટે રાહતના સમાચાર છે. આ વ્યાપારીઓને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવા નાણા મંત્રાલયે નિર્ણય કર્યો છે. આ સિવાય રૂ.1.5 કરોડના ટર્નઓવર ધરાવતા લોકો કમ્પોઝિશન સ્કીમ્સ પણ પસંદ કરી શકે છે અને 1 ટકા ટેક્સ ચૂકવી શકે છે.
27 ઑગસ્ટે આગામી બેઠક
GST કાઉન્સિલની આગામી બેઠક 27 ઑગસ્ટે મળશે જેમાં રાજ્યોના વળતરની ચૂકવણી અને આવક ઘટાડા અંગે ચર્ચા વિચારણા થશે. સોમવારે નાણા મંત્રાલય દ્વારા વિવિધ ટ્વીટ્સ કરવામાં આવ્યા હતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીને યાદ કરીને GST માં સમયે સમયે કરવામાં આવેલા ફેરફારો અંગે જાણકારી આપી હતી.
GST લાગુ થયા પછી, મોટા ભાગની વસ્તુઓ પર ટેક્સ રેટ ઘટાડવામાં આવ્ય છે. 28 ટકાના ટેક્સ સ્લેબ હેઠળ, લક્ઝરી વસ્તુઓ અને ડેટ્રિટલ વસ્તુઓ જ રાખવામાં આવી છે. આ ટેક્સ સ્લેબ હેઠળ 230 વસ્તુઓ હતી, પરંતુ આશરે 200 વસ્તુઓને તેમાંથી હટાવીને ઓછા ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવી છે.
અગાઉ સિનેમા ટિકિટ પરનો GST 35%થી 110% હતો. બાદમાં તે ઘટાડીને 12થી 18% કરવામાં આવ્યો હતો. દૈનિક વપરાશની મોટાભાગની વસ્તુઓ GSTના 0-5%ના ટેક્સ સ્લેબમાં છે. રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામોના ટેક્સ દર ઘટાડ્યા અને હવે તે 5% અને 1%ના સ્લેબમાં છે.

(સંકેત)