Site icon Revoi.in

અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ પ્રથમવાર 50 હજારને પાર

Social Share

મુંબઇ: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય તેમજ જો બાઇડેનના રાષ્ટ્રપતિ પદ તરીકેને શપથ ગ્રહણ બાદ અમેરિકન શેરબજારમાં તેજીની ચાલ જોવા મળી હતી. મંગળવારે ડાડ તેમજ એસએન્ડપી નવા શિખરે બંધ થયો હતો. તેની અસર બુધવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. આજના પ્રારંભિક કારોબારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ તેમજ નિફ્ટી રેકોર્ડબ્રેક ઉંચા સ્તર પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.

પ્રથમવાર સેન્સેક્સ 50 હજારને પાર પહોંચવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સએ 6 વર્ષ 8 મહિના 5 દિવસમાં 25 હજારથી 50 હજાર સુધીની સફર પાર પાડી છે. હાલ સેન્સેક્સ 275 પોઇન્ટની તેજી સાથે 50,065.64ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી 78.50 પોઇન્ટની તેજી સાથે 14720ની ઉપર જોવા મળ્યો હતો.

અમેરિકામાં નવી સરકાર પાસેથી નવી રાહતોની આશામાં વૈશ્વિક બજારમાં તેજી રહી. ગુરૂવારે માર્કેટ ખુલતાં ઐતિહાસિક સપાટી વટાવી દીધી હતી. કારોબારમાં અંતમાં બુધવારે સેંન્સેક્સ 393.83 પોઇન્ટની તેજી સાથે 49,792.12 પર બંધ થયું હતું. આ પ્રકારે નિફ્ટી 123 પોઇન્ટની તેજી સાથે 14,644.70 પર બંધ થયો હતો.

(સંકેત)