Site icon Revoi.in

કારોબારી સપ્તાહની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઇન્ટ્સનો કડાકો, નિફ્ટી પણ 263 પોઇન્ટ ગગડ્યો

Social Share

નવી દિલ્હી: આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ રોકાણકારોને નુકસાન થવા પામ્યું છે. આજે શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ કડાકો બોલી ગયો હતો.

શેરબજારની ખરાબ શરૂઆત રહેતા સેન્સેક્સ 287.16 પોઇન્ટના ઘટાડા સાથે 59,348.85 પર ખૂલ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી પણ નબળો ખુલ્યો હતો.

સેન્સેક્સ ટ્રેડિંગ સેશન દરમિયાન પણ ખૂબ જ ગબડ્યો હતો અને 30 શેર્સનો સૂચકાંક 500 પોઇન્ટથી વધુ ઓછો થયો હતો. આ ઘટાડો અઙીંયા અટક્યો નથી. 12 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 890.65 પોઇન્ટના કડાકા સાથે 59 હજારના સ્તરથી નીચે આવી ગયો હતો.

મહત્વનું છે કે, ત્રણ કલાકના ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 890.65 પોઇન્ટો કડાકો બોલી ગયો હતો. આ ઘટાડા સાથે તે 58,745.36ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 250થી વધુ પોઇન્ટના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 263.30 પોઇન્ટ અથવા 1.48 ટકા ઘટીને 17501.50ના લેવલ પર છે.