Site icon Revoi.in

વિદેશમાં નાણાં મોકલતાં લોકો માટે મહત્વના સમાચાર, 1 ઓક્ટોમ્બરથી 5 ટકા ટેક્સ લાગશે

Social Share

વિદેશ નાણાં મોકલતાં લોકો માટે મહત્વના સમાચાર
– તેઓએ 1 ઓક્ટોમ્બરથી TCS ની જોગવાઈ ધ્યાનમાં રાખવી પડશે
– જો કે કેટલાક કેસમાં સરકારે છૂટછાટ આપી છે

હવે વિદેશ પૈસા મોકલતા પહેલા તમારે વધારે સાવચેત રહેવાની જરૂર છે, જે લોકો વિદેશમાં પૈસા મોકલે છે તેઓએ 1 ઓક્ટોબરથી લાગુ કરાયેલ TCSની જોગવાઈઓને ધ્યાનમાં રાખવી પડશે. વર્ષ 2020ના ફાઇનાન્સ એક્ટ મુજબ 5 ટકા ટીસીએસ RBI ની લિબરાઈઝડ રેમિટન્સ સ્કીમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવતા નાણાં પર ચૂકવવું પડશે.

જોકે સરકારે આ કેસમાં થોડી છૂટછાટ આપી છે જે અંતર્ગત વિદેશમાં મોકલવામાં આવતા તમામ નાણાં પર આ કર લાગુ થશે નહીં. જો મોકલેલી રકમ 7 લાખ રૂપિયાથી ઓછી હોય અથવા ટૂર પેકેજ ખરીદે તો આ નિયમ લાગુ થશે નહીં.

આપને જણાવી દઈએ કે ઘણા ભારતીયો વિદેશના અભ્યાસ માટે બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક નિયમ બનાવવામાં આવ્યો છે કે જો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લઈને અભ્યાસ માટે વિદેશી દેશોમાં મોકલવામાં આવતા નાણાં 700,000 રૂપિયાથી વધુ હોય તો 0.5% ટીસીએસ લાગૂ કરવામાં આવશે.

મહત્વનું છે કે, જો વિદેશોમાં મોકલવામાં આવતા કરદાતાઓ પર જો ટીડીએસ લાગુ થઈ ચૂક્યો છે, તો ટીસીએસને લગતી જોગવાઈઓ તેમના પર લાગુ નહીં થાય. 17 માર્ચના રોજ ફાઇનાન્સ એક્ટમાં આ નિયમોની જાહેરાત કરવામાં આવી હતી તેમજ 1 ઓક્ટોમ્બરથી તે લાગુ થશે.

(સંકેત)