Site icon Revoi.in

શેરબજારને મંદીનું ગ્રહણ, સતત ચોથા દિવસે કડડભૂસ, રોકાણકારોના કરોડો રૂપિયા ‘સ્વાહા’

Social Share

નવી દિલ્હી: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા માર્ચથી વ્યાજદર વધારાના સંકેતો બાદથી શેરમાર્કેટમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત પાંચ દિવસથી શેરમાર્કેટ ખુલતાની સાથે જ કડડભૂસ થઇ જાય છે. રોકાણકારોની મૂડીની જંગી ધોવાણ થયું છે. અબજો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.

ક્રૂડના ઓલ ટાઇમ હાઇ ભાવ, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધવાની આશંકા, કોવિડ-19ની દહેશત જેવા કારણોસર સેન્સેક્સમાં સતત કડાકો બોલી રહ્યો છે. માર્કેટ સતત તૂટી રહ્યું છે. રોજ લાલ નિશાન સાથે ઓપન થઇ રહ્યું છે.

BSEના પ્રમુખ 30 શેર્સ ધરાવતો સેન્સેક્સ 990 આંક સાથે પડીને 56,869ના સ્તર પર ઓપન થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટીએ 291એ પડી 16,986ના સ્તર પર ખુલી કારોબારની શરૂઆત કરી હતી. હાલ સેન્સેક્સ 1157 આંક પર પડીને કારોબાર કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ નિફ્ટી પણ 319 આંકથી તૂટીને કારોબાર કરી રહ્યો છે.

છેલ્લા પાંચ દિવસથી માર્કેટના હાલ બેહાલ છે. શેરબજારનું કચ્ચરધાણ નીકળી ગયું છે. મંગળવારની વાત કરીએ તો ત્યારે લાલ નિશાન સાથે માર્કેટ ખુલ્યા બાદ સેન્સેક્સ અંતે 367 અંકની તેજી સાથે 57,858ની સપાટીએ બંધ થયો હતો જ્યારે નિફ્ટી ઉછળીને ફરી એકવાર 17,200ને પાર પહોંચી ગયો હતો.