Site icon Revoi.in

જાણીતા ઉદ્યોગપતિ અશનીર ગ્રોવર નવુ સ્ટાર્ટ-અપ ઓછા સ્ટાફ સાથે શરૂ કરશે

Social Share

દિલ્હી : ભારતમાં સરકાર દ્વારા સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન આપી રહી છે જેના પગલે મોટી સંખ્યામાં વેપારીઓ સરકારની સહાયથી સ્ટાર્ટ-અપ કરી રહ્યાં છે. દરમિયાન ભારત-પેના સ્થાપક અશનીર ગ્રોવેરએ હવે નવુ સ્ટાર્ટ-અપ કરવા જઈ રહ્યાં છે. નવા સ્ટાર્ટ-અપ “THIRD UNICORN” વિષે તેમણે સોશિયલ મીડિયામાં વિગત જાહેર કરી હતી.

અશનીર ગ્રોવરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર  નવા વેપાર વિશેની માહિતીઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નવા પ્રવાસમાં જેને જોડાવાની ઈચ્છા હોય તે જોડાઈ શકે છે, પરંતુ માત્ર ૫૦ જ લોકો આમાં જોડાઈ શકે છે, તેઓ મોટો સ્ટાફ નહીં રાખવા માંગતા હોવાનું જાણવા મળે છે. નવા સ્ટાર્ટએપની રેવન્યુ રૂ. 100 મિલિયન જેટલુ રહેવાનો અંદાજ છે.  આ ઉપરાંત જે વ્યક્તિઓ તેની સાથે આ પ્રવાસ માં પાચ વર્ષ સુધી સાથ આપશે તેને તેઓ લકઝ્યુરિક મોટરકાર ગિફ્ટમાં આપશે.

અશનીર ગ્રોવરે જણાવ્યું હતું કે, આ વખતે થોડાક અલગ પ્રકારે કામ કરવાની વિચારણા છે. પહેલાની સરખામણીએ નવી રણનીતિ સાથે તેઓ સ્ટાર્ટ-અપ કરી રહ્યાં છે. અશનીરે પોતાના આ નવા સ્ટાર્ટ-અપ વિષેની જાણ જુને ૨૦૨૨માં પોતાના જન્મ દિવસે જ કરી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓએ  ૨૦૧૮ માં ભારત-પે ની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેમને ઘણા નાના મોટા સ્ટાર્ટ-અપ માં પણ પોતાનું રોકાણ કર્યું હતું. તે ટીવી પેર આવતા પ્રોગ્રામ શાર્ક ટેંક ના પહેલા સિઝનમાં પણ જોવા મળ્યાં હતા. અશનીર મુખ્યત્વે પોતાના ત્વરિત જવાબો માટે વધારે પ્રખ્યાત હતા. ૨૦૨૨માં અશનીરે ભારત-પે માંથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. સુત્રો અનુસાર એવું જાણવા મળે છે કે અશનીર અને તેના પત્ની એ કોઈ રીતે પૈસાની લેવડ દેવડમાં ગોટાળા કર્યા હતા. નોવેમ્બેર ૨૦૨૨ માં અશનીરે પોતે લખેલ એક પુસ્તક પણ બહાર પડી હતી. તેની નામ “દોગ્લાપન” રાખ્યું હતું.