Site icon Revoi.in

2030 સુધીમાં દેશના 7 કરોડ લોકો મોટાપાનો બનશે શિકાર,જાણો શા માટે વૈજ્ઞાનિકોએ આવું કહ્યું

Social Share

સમગ્ર વિશ્વમાં મોટાપાના કેસ ઝડપથી વધી રહ્યા છે.મોટાપા પર થયેલ વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનનો રિપોર્ટ ચોંકાવનારો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,2030 સુધીમાં વિશ્વમાં પાંચમાંથી એક મહિલા અને સાતમાંથી એક પુરૂષ મોટાપાથી પીડિત હશે.મોટાપા સાથે જીવતા લોકોની સંખ્યા 2010ની સરખામણીમાં 2030માં બમણી થશે. વિશ્વભરમાં મોટાપાની સ્થિતિ કેટલી ગંભીર હોઈ શકે છે તે સમજવા માટે વર્લ્ડ ઓબેસિટી ફેડરેશને ભારત સહિત 200 દેશોના પુખ્ત વયના લોકો અને બાળકો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો.રિપોર્ટ અનુસાર, પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં મોટાપાના કિસ્સાઓ વધુ જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર 8 વર્ષ પછી એટલે કે 2030 સુધીમાં દુનિયાના લગભગ 100 કરોડ લોકો મોટાપાથી પીડિત હશે.આમ,ભારતમાં મોટાપાથી પીડિત લોકોની સંખ્યા 7 કરોડ હશે.જેમાં મોટાભાગની મહિલાઓ સામેલ થશે.તો, 2010 માં ભારતમાં 2 કરોડ લોકો મોટાપાથી પીડિત હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,2030 સુધીમાં મોટાપાથી ભારતમાં 7 કરોડ લોકો પ્રભાવિત હશે, જેમાંથી 2.71 કરોડ એવા બાળકો હશે જેની ઉંમર 5 થી 19 વર્ષની હશે. આશ્ચર્યની વાત એ છે કે,2025 સુધીમાં વિશ્વમાં એવો કોઈ દેશ નથી જે મોટાપાના સંદર્ભમાં WHOના ધોરણોને પૂર્ણ કરે.

રિપોર્ટ અનુસાર, મોટાપાથી પરેશાન વિશ્વની 50 ટકાથી વધુ મહિલાઓ અમેરિકા, ભારત, ચીન અને પાકિસ્તાન સહિત 11 દેશોમાં છે.તો, આવા 50 ટકાથી વધુ પુરુષો ભારત અને અમેરિકા સહિત 9 દેશોના છે. સંશોધકોનું કહેવું છે કે,ભવિષ્યમાં મોટાપાનો દર ઝડપથી વધશે.અમે એક મોટો ફેરફાર જોઈ રહ્યા છીએ કારણ કે,લોકો તેમના આહારમાં ચરબીયુક્ત વસ્તુઓનો સમાવેશ કરી રહ્યા છે.આ એવી વસ્તુઓ છે જેનાથી કોઈપણ પ્રકારના પોષક તત્વો નથી મળી રહ્યા,પરંતુ વજન વધી રહ્યું છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાપાને નિયંત્રિત કરવા માટે, દરરોજ ફિઝિકલ એક્ટિવિટી કરવાની સાથે આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જરૂરી છે.ઘણા સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે, અનિદ્રા, તણાવ અને હોર્મોન્સમાં ફેરફાર પણ મોટાપાને પ્રોત્સાહન આપે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે,વ્યક્તિ જેટલી કેલરી વાપરે છે તેટલી જ બર્ન કરવી જરૂરી છે.આ માટે ફિઝિકલ એક્ટિવિટી કરવાની ભલામણ કરવામાં આવે છે.જોકે એક શરીરથી બીજા શરીરમાં ઘણો તફાવત છે, તેથી જ્યારે પણ વજન ઘટાડવાનું આયોજન કરો, ત્યારે તે નિષ્ણાતની દેખરેખ હેઠળ કરો.જેના કારણે શરીરમાં નબળાઈ કે પોષક તત્વોની ઉણપનો ખતરો રહેતો નથી.