Site icon Revoi.in

શિક્ષકો જૂની પેન્શન યોજનાની માગ સાથે આંદોલનના માર્ગે, સરકારને ઢંઢોળવા મહામતદાન કરાયું

Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા ઉપરાંત કાયમી શિક્ષકો સહિતનાં કર્મચારીઓની ભરતી સહિતનાં પડતર માગણીઓ મુદ્દે  સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો સહિતનાં કર્મચારીઓએ બુધવારે એક દિવસ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. સમગ્ર રાજ્યના શિક્ષકો ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલન કરી રહ્યા છે. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી. જે ગેરંટી પૂરી ન થતાં રાજ્યભરના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. શિક્ષકો અને કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને મતદાન પણ કર્યું છે. જેમાં વિવિધ પ્રશ્નો સામે ટિક કર્યું હતું.

રાજ્યભરના ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષક અને કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈને બુધવારથી  આંદોલન પર ઊતર્યા છે. સમગ્ર રાજ્યના શિક્ષકો ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલન કરી રહ્યા છે. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી. જે ગેરંટી પૂરી ન થતાં રાજ્યભરના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. મહત્ત્વનું છે કે, ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા શિક્ષકોને આંદોલન કરે તો નિયમનુસારની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી, તેને અવગણીને શિક્ષકો આંદોલન કરી રહ્યા છે.

રાજ્યભરના સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તથા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના તથા પ્રશ્નોને લઈને સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. જેથી લોકસભાની ચૂંટણી પૂર્વે જ રાજ્યભરના શિક્ષકો અને કર્મચારીઓ સરકાર વિરોધી આંદોલન કરી રહ્યા છે.

શિક્ષકો અને કર્મચારીઓની માગણી એવી છે. કે, તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવો. તથા સરકાર સાથે થયેલ સમાધાન અનુસાર તા. 1-4-2005 પહેલાં નિયુક્ત શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા. તેમજ સાતમા પગારપંચ મુજબ તમામ પ્રકારનાં ભથ્થાં તથા લાભ કેન્દ્રના કર્મચારીઓની જેમ આપવામાં આવે. અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોના જૂના શિક્ષકની ભરતીના નિયમો સત્વરે બનાવી શાળા બદલવાનો લાભ આપવો. ઉપરાંત નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો, કોન્ટ્રાક્ટ, ફિક્સ પગાર યોજના બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવી જોઈએ.