1. Home
  2. Tag "agitation"

શિક્ષકો જૂની પેન્શન યોજનાની માગ સાથે આંદોલનના માર્ગે, સરકારને ઢંઢોળવા મહામતદાન કરાયું

અમદાવાદઃ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા ઉપરાંત કાયમી શિક્ષકો સહિતનાં કર્મચારીઓની ભરતી સહિતનાં પડતર માગણીઓ મુદ્દે  સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો સહિતનાં કર્મચારીઓએ બુધવારે એક દિવસ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. સમગ્ર રાજ્યના શિક્ષકો ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલન કરી રહ્યા છે. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર […]

ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો પડતર પ્રશ્નો ન ઉકેલાતા પરીક્ષા કામગીરીનો બહિષ્કાર કરશે

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા મહિનાઓથી લડત ચલાવી રહ્યા છે. અગાઉ પણ મુખ્યમંત્રીથી લઈને ટેકનિકલ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત તથા મૌખીકરીતે અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. આથી હવે 1લી ડિસેમ્બરથી જીટીયુની પરીક્ષા સહિત તમામ કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થના ટેકનિકલ કર્મચારીઓનું પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ટેક્નિકલ સ્ટાફ એસોસિએશને ગાંધી જયંતીના દિવસથી આંદોલનના મંડાણ કર્યા છે. ગ્રેડ-પે અને ટ્રાન્સફર અલાઉન્સ સહિતની 11 માંગો સાથે સોમવારે જાહેર રજાના દિવસે અંદાજીત 400 જેટલા કર્મીઓ એકત્રિત થઈ દેખાવો કર્યા હતા.હવે તો 5 ઓક્ટોબરે પે ડાઉનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે. ગુજરાતમાં ટેટ-ટાટના ઉમેદવારો,  શિક્ષકો, તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલનો કરી […]

જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો ન ઉકેલાતા શિક્ષકો 3જી સપ્ટેમ્બરથી આંદોલન કરશે

ગાંધીનગરઃ રાજ્યના કર્મચારીઓ જુની પેન્શન યોજના શરૂ કરવા તેમજ વિવિધ વણઉકલ્યા પ્રશ્નોના ઉકેલ માટે સરકારમાં અનેકવાર રજુઆતો કરી ચૂક્યા છે. છતાં પ્રશ્નો નહીં ઉકેલાતા કર્મચારીઓએ તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય લીધો છે, જેમાં સૌ પ્રથમ રાજ્યભરના શિક્ષકો આંદોલનનું રણશિંગુ ફુકવાનું નક્કી કર્યું છે. અને આગામી 3જી સપ્ટેમ્બરથી આંદોલનના શ્રીગણેશ કરશે, સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષકોએ પડતર […]

મોંઘવારી, બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પાસે ઘણા મુદ્દાઓ છે. જેમાં હાલ વધતી જતી મોંધવારીને કાબુમાં લેવામાં સરકારની નિષ્ફળતાને ઊજાગર કરવાનો મહત્વનો મુદ્દો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ડ્રગ્સ અને બેરોજગારીને લઈ વિરોધ નોંધાવવા આગામી 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત […]

ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે સમાન વીજ દરની માગ નહીં સંતોષાય તો 4થી જુલાઈથી કિસાન સંઘ આંદોલન કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્યમાં કર્મચારીઓના વિવિધ સંગઠનોથી લઈને ખેડુતો પણ પોતાની માગ મનાવવા માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે કિસાન સંઘે પણ કૃષિ વીજદર સમાન હોવા જોઈએ તેવી માગ કરી છે. કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કેટલાક સમયથી કૃષિ ક્ષેત્રે સમાન વીજ દર માટે […]

પાટીદાર યુવાનો સામે નોંધાયેલા કેસો 6 ઠ્ઠી માર્ચ સુધીમાં પાછા નહીં ખેંચાય તો પાસ આંદોલન કરશે

રાજકોટ : રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શાસન દરમિયાન રાજ્યમાં પાટિદાર અનામત આંદોલન શરૂ થયું હતું. પોલીસ અને પાટિદાર વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ. અને પાટિદાર નેતાઓ અને યુવાનો પર કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે સર્વર્ણોને 10 ટકા અનામત આપીને સમાધાન કરી લીધું હતું. તે સમયે સરકારે પાટિદાર યુવાનો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાનું વચન […]

ડો. કમલેશ ઉપાધ્યાયને હટાવવામાં નહીં આવે તો બીજે મેડિકલમાં વિદ્યાર્થીઓ કાલથી હડતાળ પર જશે

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજના તબીબ ડો. કમલેશ ઉપાધ્યાયની સામે ઉગ્ર આંદોલન કરી રહેલા જુનિયર ડોક્ટર્સ એસોસિએસન (જેડીએ) દ્વારા તેમની સામે કડક પગલા ભરવાની માંગણી ઉગ્ર બનાવી છે. છેલ્લા ઘણા વખતથી ડો.કમલેશ ઉપાધ્યાયને હટાવવાની માગ કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન કરાતા હવે જુનિયર ડોક્ટર એસો.એ […]

પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે સહિતના પ્રશ્નો ઉકેલવા કમિટી રચવાની ખાતરી છતાં આંદોલન યથાવત

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ કર્મચારીઓ ગ્રેડ-પેની માગણી માટે લડત ચલાવી રહ્યા છે. તેને કોંગ્રેસ સહિત રાજકિય પક્ષોએ પણ સમર્થન આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્મચારી અગ્રણી સાથે વાટાઘાટોનો પ્રારંભ કરીને કમિટી રચવાની ખાતરી આપી હતી. છતાં હજુ આંદોલન યથાવત રહ્યું છે. ગૃહમંત્રી સાથેની બેઠક પછી પોલીસકર્મી અને પરિવારજનોએ જ્યાં સુધી ગ્રેડ પે સહિતના પ્રશ્નો ઉકેલવા કમિટીની રચના […]

નવા મંત્રી મંડળના ગઠનને લીધે ST કર્મચારીઓના આંદોલનના કાર્યક્રમમાં ફેરફાર, હવે 8મીથી માસ સીએલ

રાજકોટઃ રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓના આંદોલન કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે 8મી ઓક્ટોબરથી માસ સીએલ પર ઉતરવા એલાન કરાયું છે. હાલ રાજ્યમાં નવા મંત્રી મંડળનું ગઠન અને અતિવૃષ્ટિના કારણે આંદોલનના સમયમાં ફેરફાર કરાયો છે. અગાઉ 22મીથી ડ્રાઈવર – કંડકટર સહિતના કર્મીઓ હડતાલ પર ઉતરવાના હતા. હવે આગામી તા. 8મી સપ્ટેમ્બરથી માસ સીએલ પર જશે. ગુજરાત રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code