1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મોંઘવારી, બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન
મોંઘવારી, બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન

મોંઘવારી, બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પાસે ઘણા મુદ્દાઓ છે. જેમાં હાલ વધતી જતી મોંધવારીને કાબુમાં લેવામાં સરકારની નિષ્ફળતાને ઊજાગર કરવાનો મહત્વનો મુદ્દો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ડ્રગ્સ અને બેરોજગારીને લઈ વિરોધ નોંધાવવા આગામી 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી 10 વાગ્યા સુધી વેપારીઓને બંધ પાળવા માટે અપીલ કરવામાં આવશ.તેમજ આજે શનિવારે  કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ તાલુકામાં વિરોધ પ્રદર્શન કરશે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સથી લોકો પરેશાન છે, તેથી 10મી  સપ્ટેમ્બરે પ્રતિકાત્મક બંધ રહેશે. બંધને સફળ બનાવવા કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરશે.તેમજ ગુજરાતના તમામ તાલુકામાં મોંઘવારી અને બેરોજગારીને લઈ આજે 27 ઓગસ્ટના રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી અમદાવાદમાં આવશે અને ગુજરાતના બૂથ પ્રભારીઓને સંબોધશે. કોંગ્રેસના તમામ નેતાઓ 24થી 26 સપ્ટેમ્બર સુધીમાં તેમના વિધાનસભાના બૂથ પર જશે અને મતદારોનો સીધો સંપર્ક કરશે. કોંગ્રેસનો ટાર્ગેટ ત્રણ દિવસમાં દરેક વિધાનસભામાં 10000 ઘરો સુધી સીધો સંપર્ક સ્થાપિત કરવાનો છે. ખાસ કરીને નબળા બૂથ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, ડ્રગ્સ – દારૂ ની મોટા પાયે હેરાફેરી, કથળતી અર્થ વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 10 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં ‘સાંકેતિક ગુજરાત બંધ’ નું આહવાહન કરવામાં આવ્યું છે. ‘સાંકેતિક ગુજરાત બંધ’માં વેપારી મહામંડળો, મહિલા મંડળો, સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓ, લઘુ ઉદ્યોગોના મંડળો સહિત જુદી જુદી સંસ્થાઓના એસોસીએશનોને મોંઘવારી, બેરોજગારી, જી.એસ.ટી.ની અણઘડ અમલીકરણ સહિતના મુદ્દે આયોજીત બંધમાં જોડાવા આમંત્રણ સાથે આહવાહન કરવામાં આવ્યું છે. તા. 5 સપ્ટેમ્બર સોમવારના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય કાર્યકર સંમેલન’ ને સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી કે.સી. વેણુગોપાલજી દ્વારા કરવામાં આવેલી તા. 15 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ પક્ષના વિધાનસભા ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિધ્ધ કરવાની જાહેરાત અંતર્ગત કોંગ્રેસ પક્ષની રાષ્ટ્રીય સ્ક્રીનીંગ કમીટીના ચેરમેન રમેશ ચેનીથલ્લા, સભ્ય શીવાજીરાવ મોંઘે, સભ્ય જયકિશનજી સાથે ગુજરાત પ્રદેશની સ્ક્રીનીંગ કમીટીની પ્રથમ બેઠક તા. 5 સપ્ટેમ્બર સોમવારના રોજ અમદાવાદ ખાતે યોજાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code