Site icon Revoi.in

વિદ્યાર્થીનોને ભારત પરત લાવવા વાયુસેના મેદાનમાં- રોમાનિયા-હંગરી માટે રવાના સી-17 ગ્લોબમાસ્ટર,આજે હજી વધુ ત્રણ વિમાન ભરશે ઉડાન

Social Share

દિલ્હીઃ-  રશિયાએ જ્યારથી યુક્રેનને નિશાન બનાવ્યું છે  અને યુક્રેન પર ભયાનક હુમલાઓ કર્યા છે ત્યારથી  યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કેન્દ્ર સરકાર હેમખેમ પાછા લાવવાના અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે હવે ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકારે વાયુસેનાને પણ મેદાનમાં ઉતારી  છે.હવે વાયુસેનાના એર ક્રાફ્ટ પણ મદદ માટે રવાના થયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા બે C-17 ગ્લોબમાસ્ટર રોમાનિયા અને હંગરી જવા રવાના કરી દેવાયા છે. જેમાં પ્રથમ પ્લેન સવારે ચાર વાગ્યે રોમાનિયા માટે  રવાના થયું તું, જ્યારે બીજું પ્લેન હંગેરી માટે થોડા સમય પહેલા રવાના કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર બાબતે વાયુસેનાના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવા માટે આજે  બીજા પણ ત્રણ એરક્રાફ્ટ રવાના થશે આ સાથે જ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે

આ વાયુસેનાના વિમાન મારફત  આ વિદ્યાર્થીઓને રોમાનિયા, પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા થઈને ભારત લાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત સરકાર વતી તમામ દેશો માટે હેલ્પડેસ્ક બનાવવામાં આવ્યા છે.

Exit mobile version