Site icon Revoi.in

CA ફાયનલનું 9.42 ટકા અને ઈન્ટર મીડિયેટનું 9.73 ટકા પરિણામ, ટોપ 50માં સુરતના 7 વિદ્યાર્થીઓ

Social Share

સુરતઃ સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર થયું છે. આ વખતનું પરિણામ ગત વર્ષ કરતાં ખૂબ જ નીચું રહેવા પામ્યું છે. સીએ ઇન્ટરમીડિયેટનું બંને ગ્રુપ મળીને 9.73 ટકા પરિણામ રહ્યું છે. જ્યારે સીએ ફાઈનલનું બંને ગ્રુપ મળીને 9.42 ટકા પરિણામ લેવા પામ્યું છે. જેમાં ઇન્ડિયાના ટોપ 50માં 10 ગુજરાતી વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સીએ ફાઈનલ પરીક્ષામાં સુરતના સાત તેમજ સીએ ઇન્ટરમીડીયેટમાં ત્રણ વિદ્યાર્થીએ ટોપ 50માં રેન્ક પ્રાપ્ત કર્યો છે. સીએ ફાઈનલમાં દેવાંશુ ગોહિલ નામના વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ઓલ ઇન્ડિયા સીએ ઇન્સ્ટિટયૂટ દ્વારા લેવાયેલી સીએ ફાઈનલ અને ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતનું પરિણામ ગત વર્ષ કરતાં ખૂબ જ નીચું રહેવા પામ્યું છે. સીએ ઇન્ટરમીડિયેટનું બંને ગ્રુપ મળીને 9.73% પરિણામ રહ્યું છે. જ્યારે સીએ ફાઈનલનું બંને ગ્રુપ મળીને 9.42 ટકા પરિણામ લેવા પામ્યું છે. જેમાં સુરતના સાત વિદ્યાર્થીઓએ ઇન્ડિયાના ટોપ 50 રેન્કમાં ક્રમ પ્રાપ્ત કરી ડંકો વગાડ્યો છે. જેમાં સુરતના દેવાંશુ ગોહિલ નામના વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા ખાતે 12મો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે પ્રિયાંશી શાહે 800માંથી 562 ગુણ પ્રાપ્ત કરી ઓલ ઇન્ડિયા ખાતે 17મો રેન્ક મેળવ્યો છે તથા સુરતમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે કુશલ તમાકુવાળાએ 800માંથી 557 મેળવી ઓલ ઇન્ડિયા 21મો ક્રમ મેળવી સુરતમાં ત્રીજા ક્રમ પ્રાપ્ત કર્યો છે.

સીએ ઇન્ટરમીડિયેટ નવેમ્બર 2023ની પરીક્ષામાં સુરતના રીષિ મેવાડાએ ઓલ ઇન્ડિયા ખાતે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરવાની સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સર્જ્યો છે. રિશી મેવાવાલાએ 800માંથી 668 ગુણ પ્રાપ્ત કર્યા છે, તે અત્યાર સુધી કોઈ વિદ્યાર્થી મેળવી શક્યું નથી. રિશી મેવાવાલાએ અત્યાર સુધીમાં સૌથી વધુ માર્ગ પ્રાપ્ત કરવાની સાથે સુરતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.