Site icon Revoi.in

1 લી માર્ચથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા માટે કેબિનેટે આપી મંજૂરી – પેન્શનરો માટે મોંઘવારી રાહત

Social Share

દિલ્હીઃ હોળઈના તહેવાર પહેલા જ ગઈ કાલે કેન્દ્રએ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો બેંકમાં જમા કરાવ્યો અને ખેડૂતોને ખુશ કરી દીધા ત્યારે હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છએ જે પ્રમાણે આવતી કાલથી એટલે કે 1લી માર્ચછી કેન્દ્રીય કર્મીઓને પણ પગાર મામલે લાભ મળવા જઈ રહ્યો છે.

કેન્દ્રીય કર્મચારીઓ આવતીકાલે એટલે કે 1 માર્ચથી મોંઘવારી ભથ્થામાં વધારો અને પેન્શનરો માટે મોંઘવારી રાહત અંગે મોદી સરકાર બુધવારે મોટી જાહેરાત કરી શકે છે. દેશના  એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હોળી પહેલા માલામાલ થઈ રહ્યા છે. એટલે કે તેમના પગાર અને પેન્શનમાં ધરખમ વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
જાન્યુઆરી 2023 માટે મોંઘવારી ભથ્થું (DA વધારો) સામાન્ય રીતે હોળી પહેલા જાહેર કરવામાં આવે છે. જો મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનો ખર્ચ વર્તમાન 38 ટકાથી વધીને 42 ટકા થઈ જશે. સપ્ટેમ્બર 2022માં ડીએમાં ચાર ટકાના વધારા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓ નવા વર્ષમાં મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે.
આજરોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  આવતીકાલે  1 માર્ચે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાને મંજૂરી આપી દીધી છે. અને પેન્શનરોની મોંઘવારી રાહત જો આવું થાય તો હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની મોટી ભેટ મળી શકે છે.
 કેન્દ્રીય કર્મચારીઓ (7મા પગાર પંચ)ને હાલમાં 38 ટકાના દરે ડીએ ચૂકવવામાં આવે છે. જો તેમાં 4 ટકાનો વધારો થશે તો તે વધીને 42 ટકા થશે. આ પછી, 18,000 રૂપિયાના મૂળ પગારવાળા લોકો માટે વાર્ષિક મોંઘવારી ભથ્થું વધીને 90,720 રૂપિયા થઈ જશે. હાલના મોંઘવારી ભથ્થાના તફાવતની વાત કરીએ તો, પગારમાં દર મહિને 720 રૂપિયા અને વાર્ષિક 8640 રૂપિયાનો વધારો કરાશે
 આ સાથે જ  31 માર્ચ સુધીમાં કર્મચારીઓને વધેલો પગાર મળી શકે છે અને પેન્શનરોને પણ વધેલું પેન્શન મળી શકે છે. આ સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના બાકીના પૈસા પણ તેમના ખાતામાં જમા કરાવામાં આવે તચેવી ઘારણાઓ જોવા મળી રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA વધારો)માં વધારો કરવાથી દેશના લગભગ 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને ફાયદો થશે. સરકારે વર્ષની શરૂઆતમાં ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો, ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધીને 38 ટકા થઈ ગયું હતું. ત્યારબાદ DAમાં 3 ટકાનો વધારો કરવાથી મોંઘવારી ભથ્થું વધીને 41 ટકા થઈ જશે.