શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં આજે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે આજે રાજધાની શિમલાના રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. કેબિનેટમાં 7 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડૉ. ધની રામ શાંડિલ, ચંદર કુમાર, હર્ષવર્ધન ચૌહાણ, જગત સિંહ નેગી, રોહિત ઠાકુર, અનિરુધ સિંહ અને વિક્રમાદિત્ય સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
હિમાચલપ્રદેશમાં સીએમ સુખવિંદર સિંહ સુખુના મંત્રીમંડળનું વિસ્તરણ – વિક્રમાદિત્ય સહિતના 7 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા
