Site icon Revoi.in

કંબોડિયાના વડાપ્રધાન હુન સેનને થયો કોરોના,આસિયાન સમિટની યજમાની બાદ થયા સંક્રમિત  

Social Share

દિલ્હી:દુનિયાભરમાં કોરોનાનો કહેર ઓછો નથી થઈ રહ્યો.હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ચીનના કેટલાક શહેરોમાં લોકડાઉનના અહેવાલો છે, તો અન્ય દેશોમાં સંક્રમણ વધવાના અહેવાલો છે.

આ દરમિયાન કંબોડિયાના વડાપ્રધાન હુન સેન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.કહેવામાં આવી રહ્યું છે કે આસિયાન સમિટની મેજબાની કર્યા બાદ તેઓ સંક્રમિત થયા છે.

હાલ ધીમે ધીમે શિયાળાની ઋતુનું આગમના થઈ રહ્યું છે ત્યારે આ ઋતુમાં લોકો બીમાર વધુ પ્રમાણમાં પડતા હોય છે આ સાથે કોરોનાના કેસ પણ વધી શકે તેમ છે.ત્યારે લોકોએ ફરી સતર્ક બનવાની જરૂર છે.