Site icon Revoi.in

અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઈટ પરથી દુર્ગંધ મારતા કચરાંના મોટા ડુંગર દુર કરવા અભિયાન

Social Share

અમદાવાદઃ  શહેરમાં પિરાણા ડમ્પિંગ સાઈટ પર શહેરભરનો કચરો ઠલવાતો હોય કચરાંના મોટ ડુંગર ઊભા થઈ ગયા છે. કચરાંના ડુંગરો પાસેથી રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થતો હોવાથી આ રસ્તે નીકળતા વાહનોમાં  બેઠેલા લોકોએ પણ અસહ્ય દુર્ગંધને લીધે નાક બંધ કરવાની ફરજ પડતી હતી. કચરાના ડુંગરો દુર કરવા માટે લોકોએ રાજ્ય સરકારથી લઈને છેક પીએમઓ સુધી રજુઆત કરી હતી. હવે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરને દુર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

અમદાવાદ સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરિટીજે સિટી બની ગયું છે . પરંતુ સ્વચ્છતા અભિયાન હજુ પણ ક્યાંક પાછળ રહ્યું છે જેનું મુખ્ય કારણ પિરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાનો ડુંગર છે . પરંતુ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પિરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરને દુર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં 35 એકર જમીન પર રહેલા લાખો મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરી એક કચરાનો પહાડ દૂર કરી નાંખી એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે

અમદાવાદ મહાનગર પાલિકના સોલિડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે અમદાવાદ શહેરમાં પિરાણા ખાતે 85 એકરમાં ત્રણ કચરાના ડુંગર છે .ક્રોકિટના જંગલ વચ્ચે શહેરમાં કચરાના  ડુંગર પણ અમદાવાદ મહાનગરપાલિકા માટે એક મોટો પડકાર બની રહ્યા છે . છેલ્લા ચાર દાયકાથી શહેરમાં 1 કરોડ 25 લાખ મેટ્રીક ટન કરતા વધુ કચરાનો ડુંગર અહીં જામ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં  દરરોજ સરેરાશ 4000 થી 4500 વધુ મેટ્રીક ટન કચરાનો ડોર ટુ ડોર થી કલેક્શન કરવામાં આવે છે . કચરાનો બાંયો માઇનિગ કરતા જે વેસ્ટ કચરો એટલે પથ્થર , પ્લાસ્ટિક કે રેતીનો ઉપયોગ અન્ય જગ્યાએ કરવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ જ્યા નદીનો ભાગ છે ત્યા પુરાણા અહીંથી વેસ્ટ પથ્થરો અને માટીનો ઉપયોગ થયા છે .હજુ પણ અહીં 50  એકરમાં લાખો મેટ્રીક ટન ઘન કચરો છે . જે નિકાસ થતા હજુ સમય લાગશે . પરંતુ એક અંદાજ મુજબ 80 થી 85 એકર જમીનની હાલ માર્કેટ  કિંમત 1200 થી 1500 કરોડ આંકવામાં આવી છે.