Site icon Revoi.in

શું ખાલી અવાજ પરથી મેળવી શકાય બીમારી વિશે માહિતી? જાણો

Social Share

વિજ્ઞાન હવે એટલુ બધુ આગળ નીકળી ગયું છે કે તેના વિશે વિચારો એટલુ ઓછુ, અને હજુ પણ દિવસને દિવસે આગળ વધી જ રહ્યું છે તો આવામાં જો વાત કરવામાં આવે બીમારી વિશેની તો ટેક્નોલોજી તો એવી હદ સુધી આવી ગઈ છે કે માત્ર અવાજ પરથી જાણી શકાય કે વ્યક્તિના શરીમાં કઈ બીમારી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સાઉથ ફલોરિડા યુનિવર્સિટી 12 જેટલી શોધકર્તા ઈન્સ્ટીટ્યૂટનું નેતૃત્વ કરે છે. આ યુનિવર્સિટી આ ફંડનો ઉપયોગ કરી શકશે. આવનારા 4 વર્ષોમાં અનેક ડોક્ટરોને ડિગ્રી મળશે. આ ડોક્ટરો આ નવા એઆઈ સિસ્ટમનો ઉપોયગ ભવિષ્યમાં કરી શકશે. આ ડિગ્રીનો ઉદ્દેશ્ય પ્રાઈવેસીને ધ્યામાં રાખીને લોકોના અવાજના ડેટા બેસ તૈયાર કરવાનો છે. ચાલો જાણીએ તેના વિશે.

સરળતાથી જાણવા મળશે બીમારીની માહિતી

આ ડેટા બેસની મદદથી ડોક્ટરો દર્દીના અવાજનું વિશલેષણ કરવાનો મોકો મળશે. જેની મદદથી તેઓ દર્દીના બીમારી જાણી શકશે. તેનાથી ન્યૂરોલોજિક્લ ડિસ ઓર્ડરની પણ જાણકારી મળી શકશે. અવાજ એ હેલ્થ સિસ્ટમનો બાયોમાર્ક હોય છે અને તેની મદદથી જ ભવિષ્યમાં સોફ્ટરવેર બીમારીની જાણકારી આપશે. શોધકર્તાઓ અનુસાર, આ ટેકનીકથી અવાજની મદદથી 5 પ્રકારને બીમારી જાણી શકાશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ મશીનોમાં માનવ બુદ્ધિના સિમ્યુલેશનનો સંદર્ભ આપે છે જે મનુષ્યની જેમ વિચારવા અને તેમની ક્રિયાઓની નકલ કરવા માટે પ્રોગ્રામ કરેલ હોય છે. આ શબ્દ કોઈપણ મશીન પર પણ લાગુ થઈ શકે છે જે માનવ મન સાથે સંકળાયેલ લક્ષણો જેમ કે શીખવા અને સમસ્યાનું નિરાકરણ દર્શાવે છે. તે ભવિષ્યમાં પણ માનવજાત માટે ખુબ ઉપયોગી સાબિત થશે