Site icon Revoi.in

કેનેડાએ ભારતના યાત્રીઓની વિમાનસેવા પર લગાવેલ પ્રતિબંધ હટાવ્યો- કેટલાક નિયમો સાથે સોમવારે ફરીથી ફ્લાઈટ સેવાનો આરંભ થશે

Social Share

 

દિલ્હીઃ-  કોરોના મહામારી દરમિયાન અનેક દેશોએ વધુ પ્રભાવિત દેશમાંથી આવતા યાત્રીઓની હવાઈયાત્રા પર પ્રતબિંધ જાહેર કર્યો હતો. જેમાં કેનેડાએ પણ ભારતના યાત્રીઓ પર પ્રતિબંઘ લાગ્યો હતો, જો કે કોરોનાની સ્થિતિ જેમ જેમ હળવી થઈ ગઈ તેમ તેમ આ પ્રતિબંધો પમ હળવા થતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ જ દિશામાં હવે કેનેડાએ ભારતના યાત્રીઓ પર લગાવેલ પ્રતિબંધ હટાવી લીઘો છે અને સોમવારના રોજથી ફ્લાઈટ સેવાનો ફરીથી આરંભ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતથી કેનેડાની ડાયરેક્ટ ફ્લાઇટ પ્રતિબંધ 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયો હતો પરંતુ ટ્રાન્સપોર્ટ કેનેડા દ્વારા ફરી 26 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. જો કે, હવે પ્રતિબંધો સમાપ્ત થયા બાદ, ભારતના પ્રવાસીઓ હવે કેટલાક સાવચેતીના પગલાં સાથે કેનેડાની યાત્રા પર જઈ શકે છે.

કેનેડા સરકારે યાત્રીઓ માટે આ પ્રમાણેના દિશા નિર્દેશ જારી કર્યા છે