1. Home
 2. ગુજરાતી
 3. કેનેડાએ ભારતના યાત્રીઓની વિમાનસેવા પર લગાવેલ પ્રતિબંધ હટાવ્યો- કેટલાક નિયમો સાથે સોમવારે ફરીથી ફ્લાઈટ સેવાનો આરંભ થશે
કેનેડાએ ભારતના યાત્રીઓની વિમાનસેવા પર લગાવેલ પ્રતિબંધ હટાવ્યો- કેટલાક નિયમો સાથે સોમવારે ફરીથી ફ્લાઈટ સેવાનો આરંભ થશે

કેનેડાએ ભારતના યાત્રીઓની વિમાનસેવા પર લગાવેલ પ્રતિબંધ હટાવ્યો- કેટલાક નિયમો સાથે સોમવારે ફરીથી ફ્લાઈટ સેવાનો આરંભ થશે

0
 • ભારતને કેનેડાએ આપી મોટી રાહત 
 • ભારતીય પ્રવાસીઓ પર લગાવેલ પ્રતિબંધ હટાવ્યો
 • સોમવારથી ફ્લાઈટ સેવાનો ફરીથી થશે આરંભ

 

દિલ્હીઃ-  કોરોના મહામારી દરમિયાન અનેક દેશોએ વધુ પ્રભાવિત દેશમાંથી આવતા યાત્રીઓની હવાઈયાત્રા પર પ્રતબિંધ જાહેર કર્યો હતો. જેમાં કેનેડાએ પણ ભારતના યાત્રીઓ પર પ્રતિબંઘ લાગ્યો હતો, જો કે કોરોનાની સ્થિતિ જેમ જેમ હળવી થઈ ગઈ તેમ તેમ આ પ્રતિબંધો પમ હળવા થતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ જ દિશામાં હવે કેનેડાએ ભારતના યાત્રીઓ પર લગાવેલ પ્રતિબંધ હટાવી લીઘો છે અને સોમવારના રોજથી ફ્લાઈટ સેવાનો ફરીથી આરંભ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતથી કેનેડાની ડાયરેક્ટ ફ્લાઇટ પ્રતિબંધ 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયો હતો પરંતુ ટ્રાન્સપોર્ટ કેનેડા દ્વારા ફરી 26 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. જો કે, હવે પ્રતિબંધો સમાપ્ત થયા બાદ, ભારતના પ્રવાસીઓ હવે કેટલાક સાવચેતીના પગલાં સાથે કેનેડાની યાત્રા પર જઈ શકે છે.

કેનેડા સરકારે યાત્રીઓ માટે આ પ્રમાણેના દિશા નિર્દેશ જારી કર્યા છે

 • કેનેડા સરકારના નવા નિયમો પ્રમાણે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર કેનેડા માન્યતાપ્રાપ્ત જેનસ્ટ્રીંગ લેબમાંથી કોરોના પરીક્ષણ કરાવવું પડશે અને પરિણામ નેગેટિવ હશે તો જ તેમને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.
 • આ સાથે જ આ ટેસ્ટ કેનેડા માટે તેમની સીધી ફ્લાઇટના નિર્ધારિત સયના 18 કલાકની અંદર કરવાનો રહેશે.
 • ભારતમાં અન્ય કોઈપણ લેબમાંથી કરવામાં આવેલા પરીક્ષણો કેનેડાની મુસાફરી માટે માન્ય રહેશે નહીં.
 • સંપૂર્ણ રસીકરણ કરનારા મુસાફરોએ પણ સંબંધિત જાણકારી અરાઈવકેન મોબાઇલ એપ અથવા વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે. ત્યાર બાદ સત્તાવાળાઓ સુનિશ્ચિત કરશે કે મુસાફરોએ આવું કર્યું છે અને જેઓ આ જરૂરિયાતોને પૂરી કરવામાં અસમર્થ છે તેમને બોર્ડિંગ કરવાનો ઇનકાર કરવામાં આવશે.
 • ભારતના યાત્રીઓ કે જે પરોક્ષ માર્ગે કેનેડા જતાહોય તેમના પાસે ભારત સિવાયના કોઈપણ ત્રીજા દેશમાંથી નકારાત્મક કોરોના મોલેક્યુલર ટેસ્ટ રિપોર્ટ હોવો જોઈએ. આ કોરોના પરીક્ષણ પ્રસ્થાનના 72 કલાકની અંદર કરવું પડશે.
 • કેનેડાએ ભારતથી ત્રણ સીધી ફ્લાઇટમાં મુસાફરોનું પરીક્ષણ કર્યા બાદ બુધવારે મુસાફરી પ્રતિબંધ હટાવી લીધો હતો.
 • આ પ્રતિબંધ હટાવન઼તાની સાથે જ આવતી કાલે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજથી કેનેડાની ફ્લાઈટસેવાનો ફરીથી આરંભ કરવામાં આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.