Site icon Revoi.in

કેનેડાના પીએમ એ ભારત પર લગાવેલા આરોપ પર શ્રીલંકા ભડક્યું , કહ્યું આતંકીઓનું ઠેકાણું બની રહ્યું છે કેનેડા

Social Share

દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની નેતાની હત્યા બાદ કેનેડિયન પીએમ ટુડ્ડો દ્રારા ભારત પર આરોપ લગાવાયા હતા જો કે ભારતે સખ્ત શબ્દોમાં આ વાત નકારી કાઢી હતી અને કેનેડા સામે સખ્તી દર્શાવી હતી જો કે આ બબાતે અમેરિકા સહીતના દેશઓ ભારતને સમર્થન આપી રહ્યા છે ત્યારે હવે પાડોશી દેશ શ્રીલંકાએ પણ કેનેડા સામે લાલ આંખ કરી છે.વિતેલા દિવસને સોમવારના રોજ  શ્રીલંકાના વિદેશ પ્રધાન અલી સાબરીએ  ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીની બાજુમાં ભારત અને કેનેડા વચ્ચેના તાજેતરના રાજદ્વારી સંકટ પર વાત કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાલિસ્તાન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપોને લઈને શ્રીલંકાએ હવે નારાજગી વ્યક્ત કરી છે. ભારતના આ પાડોશી દેશે કેનેડાની સીધી ટીકા કરી છે અને તેને આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થાન ગણાવ્યું છે.