Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેરમાં કેસ પાંચ ગણા ઝડપથી ફેલાઈ રહ્યાં છે, સાત રાજ્યોમાં કોરોના વિસ્ફોટની આશંકા

Social Share

દિલ્હીઃ ભારતમાં ફરી એક વાર કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને 24 કલાકમાં 1.80 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આમ કોરોનાના પોઝિટિવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. નવા પોઝિટિવ કેસ પાંચ ગણી ઝડપથી વધી રહ્યાં છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ અને કોલકત્તામાં પીકથી પણ બે ગણી ઝડપથી પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. દરમિયાન દેશના સાત રાજ્યોમાં આર વેલ્યુ 3ની ઉપર છે. એટલે કે અહીં કોરોના વિસ્ફોટ થાય તેવી શકયતા છે. આ પરિસ્થિતિને પગલે લોકડાઉન લાગવાની અટકળો વહેતી થઈ છે.

આર વેલ્યુ 3ની ઉપર ઝારખંડ, બિહાર, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાનો સમાવેશ થાય છે. ઝારખંડમાં 5, બિહારમાં 4.55, દિલ્હીમાં 4.35, ઉત્તરપ્રદેશમાં 3,32, રાજસ્થાનમાં 3.24, ગુજરાતમાં 3.39 અને હરિયાણામાં 3.28 છે. જો કે, ભારતમાં આર વેલ્યું 2.69 છે. ભારતમાં કોરોનાની બીજી લહેરની પીકમાં આ આંકટો 1.69 હતો. એટલે આ સાત રાજ્યોમાં મોટી સંખ્યામાં કોરોનાના મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવે તેવી શકયતા તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. 6 જાન્યુઆરી સુધી કોરોનાના કેસ ડબલ થવાની ઝડપ 454 દિવસ ઉપર આવી ગઈ છે. આ દરમિયાન રોજ આવતા પોઝિટિક કેસમાં 18 ટકા વધારો જોવા મળી રહ્યો છે.

જો આવી જ રીતે કેસમાં વધારો તો નિયંત્રણો આકરા કરવામાં આવે તેવી શકયતા છે. હાલ દિલ્હી અને રાજસ્થાનમાં વિકએન્ડ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જો લોકડાઉન નાખવામાં આવે તો મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાલમાં સૌ પ્રથમ નાખવામાં આવે તેવી શકયતા છે. આ રાજ્યોમાં 24 કલાકમાં 80 હજાર જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જે બાદ ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં લોકડાઉન જેવા આકરા નિયંત્રણો નાખવામાં આવે તેવી શકયતા તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે.