Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સીબીઆઈ એ સમન્સ પાઠવ્યું, ભ્રષ્ટાચારના મામલામાં ફરી થશે પૂછપરછ

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરના પપૂર્ન રાજ્યુાલ એવા સત્યપાલ મલિકની મુશ્કેલીો ફરી વધી છે,કારણ કે સત્યપાલ મલિકને વિતેલા દિવસને શુક્રવારના રોજ સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સીબીઆઈએ સત્યપાલને 27-28 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે. જોકે સીબીઆઈએ તેમને મૌખિક રીતે સમન્સ પાઠવ્યા છે અને સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી નથી.

પૂર્વ રાજ્યપાલ  સત્યપાલ મલિક વિરુદ્ધ ભ્રષ્ટાચારના બે કેસ નોંધાયેલા છે. સીબીઆઈ આ બંને કેસની તપાસ કરી રહી છે. આ કિસ્સાઓ તે સમયના છે જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. ત્યારે બે પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિના કારણે કેસ નોંધાયા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં કથિત વીમા કૌભાંડ કેસની તપાસના સંદર્ભમાં સીબીઆઈએ પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકને પૂછપરછ માટે બોલાવ્યા બાદ વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને વીમા કૌભાંડ સાથે સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યા છે. એજન્સીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં મલિકની પણ પૂછપરછ કરી હતી. તેઓ 23 ઓગસ્ટ 2018 થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. મલિકે કહ્યું, મેં એજન્સીને કહ્યું છે કે હું 27 થી 29 એપ્રિલની વચ્ચે ઉપલબ્ધ થઈશ.

ત્યારે હાલ સીબીઆઈનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે મલિકે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્રની નીતિની આકરી ટીકા કરી છે. મલિકે ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ અને કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત રૂ. 2,200 કરોડના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.