Site icon Revoi.in

CBSEનું ધો. 12નું પરિણામ જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ, વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ

Social Share

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 12 નું રિઝલ્ટ આજે શુક્રવારે બપોરે 2 વાગે જાહેર કર્યુ હતું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત વેબસાઈટ એક્ટિવ કરી દેવાઈ છે. આ વર્ષે 12માં ધોરણમાં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આ વખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા રહી. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સીબીએસઈ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in કે cbse.gov.in પર ચેક કરી શકશે.

સીબીએસઈમાં આ વર્ષે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. આ વખતે 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આ વખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા રહી. એટલે કે છોકરીઓની પાસ થવાની ટકાવારી 0.54 ટકા વધુ છે. 65184 થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું નથી.

અત્રે જણાવવાનું કે અનેક શાળાઓ કાં તો ખોટો ડેટા આપે છે અથવા તો સમયપર ડેટા જમા કરાવતા નથી. આ કારણસર અનેક વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું નથી. આ વિદ્યાર્થીઓનું પરિણામ 5 ઓગસ્ટના રોજ જાહેર કરાશે. જ્યારે 0.47 ટકા વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે. 6149 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે. જેનું આયોજન સપ્ટેમ્બરમાં થશે.

CBSEએ બનાવેલી પેનલે ધોરણ 12ના વિદ્યાર્થીઓનાં પરિણામ માટે 30:30:40 ફોર્મ્યુલા નક્કી કરી છે. આ હેઠળ ધોરણ 10-11ના ફાઈનલ રિઝલ્ટને 30% વેઇટેજ આપવામાં આવશે અને ધોરણ 12ની પ્રી-બોર્ડ એક્ઝામને 40% વેઈટેજ આપવામાં આવશે. CBSEએ 4 જૂનના રોજ માર્કિંગ સ્કીમ નક્કી કરવા માટે 13 મેમ્બરની કમિટી બનાવી હતી.