Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ પોલિંગ બુથ પર CCTV કેમેરા લગાવવામાં આવશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે નિરિક્ષણ કરવા  મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણીના આયોજન અંગે સમિક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં લગભદ 4.83 કરોડ મતદાતાઓ છે, જેના માટે 182 વિધાનસભા ક્ષેત્રમાં 51, 782 પોલિંગ સ્ટેશન બનાવામાં આવશે. આ સાથે આગમી ચૂંટણીમાં હવે મોડેલ પોલિંગ સ્ટેશન રાખવામાં આવશે. જેની દરેક કલેક્ટને જાણ કરવામાં આવી છે. જેથી પોતાના ઘરેથી દૂર રહેતા લોકો પણ પોતાના વિસ્તારમાં વોટ આપી શકે. હવે ચૂંટણી આયોગ દ્વારા દરેક પોલિંગ સ્ટેશન પર સીસીટીવી લગાવવામા આવશે. જેથી પોલિંગ સ્ટેશન પર થતી ઘટનાઓ પર નજર રાખી શકાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યમાં દિવ્યાંગ મતદારોની સંખ્યા કુલ 4,12,886 છે. જેથી તેમને પણ સમાજમાં સમાન અધિકાર મળવો જોઈએ. જો કોઈ વ્યકિત 40 ટકાથી વધારે દિવ્યાંગ છે તો તે ઘરે બેસીને પણ વોટ આપી શકે છે. જેના માટે એક PWD એપ પણ બનાવામાં આવી છે, જેના આધારે તે અમને આ સેવા માટે આગાઉથી જાણ કરી શકે છે.  ચૂંટણી પંચે રાજ્યના સિનિયર મતદારો માટે ગુજરાતીમાં આભાર માનતા કહ્યું કે, ‘ચૂંટણીમાં સદાય મતદાન ધર્મ નિભાવતા વૃદ્ધ મતદારો અભિનંદનને પાત્ર છે.
રાજ્યની એક રાજકીય પાર્ટીએ કહ્યુ કે કોઈ નિવૃત અધિકારીને પોલિંગ બૂથ પર મુકવામાં ન આવે જેનો ચૂંટણી પંચે સ્વીકાર કર્યો છે. જેના અનુસંધાને કોઈ નિવૃત ચૂંટણી અધિકારને પોલીંગ સ્ટેશન પર નહીં મુકવામાં આવે. એક પાર્ટીએ એવો પણ સુજાવ આવ્યો હતો કે, કોઈ ખાનગી જગ્યાએ પોલિંગ બૂથ ન ગોઠવામાં આવે,  જેનો પણ ચૂંટણી પંચે સ્વીકાર કર્યો છે.હવે ચૂંટણી પંચ જે પણ વ્યક્તિ ચૂંટણી લડી રહ્યો છે. અને જો તેનો કોઈ અપરાધિક ઈતિહાસ હશે તો છાપામાં તેની ત્રણ વખત પ્રેસ નોટ આપવામાં આવશે. જેથી મત આપતા લોકોને તેની જાણ થઈ શકે કે તેમણે કોને મત આપવો જોઈએ. આનાથી પારદર્શી મતદાન થઈ શકે. આ માહિતીને વેબ સાઈટ પર પણ અપલોડ કરવામાં આવશે. તેના માટે પણ એક એપ બનાવામાં આવી છે, જેનુ નામ છે કેવાયસી એપ. આ એપમાં તમામ માહિતી આપવામાં આવશે.

ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ કહ્યું કે, જે પણ કંપનીના પાંચ હજારથી વધારે કર્મચારીઓ છે, અને તે પોતાના કર્મચાકરીઓને મત આપવા માટે રજા આપે છે. તો તે કંપનીઓને ચૂંટણી પંચ વિનંતી કરે છે કે આ કર્મચારીઓનો સર્વે કરે કેસ કેટલા કર્મચારીઓએ મત નથી આપ્યાં અને મત ન આપવાનું કારણ શું હતું. તેના માટે પણ એમઓયુ કરવામાં આવી રહ્યા છે. રાજ્યનાં બધા જ પોલિંગ હવે ગ્રાઉડ પર રાખવામાં આવશે,  જેથી કોઈ પણ વ્યક્તિને કોઈ પરેશાની ના થઈ શકે. આ સાથે જ એક એવો પ્રયાસ કરવામા આવશે કે 182 વિધાનસભા ક્ષેત્રમાં થોડા પોલીંગ સ્ટેશન મહિલાઓ દ્વારા જ સંચાલિત કરવામાં આવશે. જેમાં સંપૂર્ણ સ્ટાફ મહિલાનો રાખવામાં આવશે.