Site icon Revoi.in

ટ્રીમ મીડિયા પ્રા. લી.માં દિવાળીની ધૂમધૂમથી ઉજવણી

Social Share

પ્રકાશનું પર્વ ગણાતા દિવાળી પર્વનો આજે શુભ દિવસ છે, અને ટ્રીમ મીડિયા પ્રા. લી. દ્વારા આજના શુભ મહૂર્તે ચોપડા પૂજન કરવામાં આવ્યુ હતું, તેમજ ચોપડા પૂજનને શરદ પૂજા કહેવામાં આવે છે, અને દેવી લક્ષ્મીની પૂજા કરીને આખુયે વર્ષ સફળ વર્ષ રહે, અને મનવાંચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરીએ એવી સંસ્થાના તમામ કર્મચારીઓ અને પદાધિકારીઓએ પ્રાર્થના કરી હતી.

ટ્રીમ મીડિયા પ્રા. લી.ની બ્રાન્ડ રિઅલ વોઈસ ઓફ ઈન્ડિયા (રિવોઈ) એ ભારત દેશના લોકોનો સાચો અવાજ રજુ કરનારૂ  મહત્વનું મીડિયા માધ્યમ છે. લોકોના પ્રશ્નો ઉજાગર કરીને એના નિકારકણ માટે વાચા આપનારૂ માધ્યમ છે. વર્ષ 2019માં સંસ્થાનો શુભારંભ કરાયો હતો, અને આ નવા સ્ટાર્ટઅપને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ કૂલ ત્રણ ભાષામાં રિવોઈના વેબ પોર્ટલ પરથી દેશ-વિદેશોના સમાચારો અમે સતત પીરસી રહ્યા છીએ,  અમે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ‘X’, ‘facebook’ , ‘WhatsApp’, ‘Youtube’  અને Instagram પર સક્રિય છીએ, વર્ષ 2019થી વર્ષ 2024 સુધીના 5 વર્ષના ટુંકા ગાળામાં 25 લાખથી વધુ ચાહકોના વિશાળ વર્ગને અમારી સાથે જોડી શક્યા છીએ.

ચાહકોના મળેલા વ્યાપક સમર્થનથી અમને સેવા કરવાનું અનોખુ બળ મળ્યુ છે. હવે અમે ટ્રીમ ઈન્ડિયા પ્રા. લિ. દ્વારા રિવોઈ વેબ પોર્ટલ ઉપરાંત યુટ્યુબના માધ્યમથી ટોક શો, ડિબેટ પણ નિયમિત આપીએ છીએ. જેમાં રાજકીય સમીક્ષકો, અને વિષય નિષ્ણાતો દ્વારા દેશ-વિદેશના સાંપ્રત પ્રવાહોની નિષ્પક્ષ ચર્ચા કરીને માહિતી આપીએ છીએ, અને અમારા આ નૂતન પ્રયાસને પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

અમારા માનવંતા સબસ્કાઈબરો, ચાહકો, અને અમને સહકાર આપનારા તમામને નૂતન વર્ષના અભિનંદન પાઠવીએ છીએ.

Exit mobile version