Site icon Revoi.in

કેન્દ્રની યુપી સરકારને સલાહ – રાજ્યમાં તાવથી પીડાતા લોકોની ડેન્ગ્યુ સહીતની આ 4 તપાસ જરુરથી કરવામાં આવે

Social Share

લખનૌઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર આ બાબતે સતર્કતા દાખવી રહ્યું છે,બીમારીને લઈને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો હતો, આ પત્રમાં તેમના દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે તાજેતરમાં ફિરોઝાબાદમાં તાવના કેસોને જોતા, પીડિતોના ચાર પ્રકારના પરીક્ષણો  કરવા જોઈએ. આ ચાર ટેસ્ટમાં ડેન્ગ્યુ, મેલેરિયા, સ્ક્રબ ટાઇફસ અને લેપ્ટોસ્પાઇરોસિસ ટેસ્ટનો સમાવેશ થાય છે.

આ સાથે જ મંત્રી દ્રારા લખવામાં આવેલા પત્રમાં  એમ પણ કહેવામાં આવ્યું છે કે તાવના કેસો વચ્ચે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને નેશનલ વેક્ટર બાર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામના નિષ્ણાતોએ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે તાવના કેસોની તપાસ કરી અને જાણવા મળ્યું કે મોટાભાગના કેસ ડેન્ગ્યુના છે. જોકે, સ્ક્રબ ટાઇફસ અને લેપ્ટોસ્પાઇરોસિસના પણ કેટલાક કેસ મળી આવ્યા હતા.આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું કે NCDC સ્થાનિક ડોકટરોની મદદ માટે આવનારા 14 દિવસ માટે તેમના બે નિષ્ણાતોને ફિરોઝાબાદ મોકલશે જેથી તેઓ સ્થાનિક વહીવટીતંત્રને મદદ કરી શકે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે આ સ્થિતિને જોતા તમામ તાવ પીડિતોના આ ચાર પરીક્ષણો કરવાની ભલામણ  કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તાવ પીડિતો માટે જિલ્લા હોસ્પિટલો અને અન્ય આરોગ્ય કેન્દ્રોમાં આઇસોલેશન વોર્ડ બનાવવો જોઇએ. ઉપરાંત, તાત્કાલિક પરીક્ષણ માટે એલાયજા આધારિત પરીક્ષણ પ્રક્રિયા અપનાવવી જોઈએ, જે ઝડપથી પરિણામ મેળવવામાં મદદ કરી શકે.

આ સાથે જ ઉત્તરપ્રદેશ રાજ્યને ડેન્ગ્યુ અને અન્ય રોગોની સારવાર માટે આરોગ્ય મંત્રાલયની હાલની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું હતું. આ માટે, જિલ્લામાં અને આસપાસના તમામ આરોગ્ય કેન્દ્રો અને મેડિકલ કોલેજોના તબીબો માટે એક કાર્યક્રમ યોજવાની પણ સલાહ અપાી છે જેથી તેઓ આ રોગોની સારવાર વિશે લોકેન વધુ જાગૃત કરી શકાય

 

Exit mobile version