Site icon Revoi.in

કેન્દ્ર એ ખેડૂતોની આપી રાહત – શેરડીના ભાવમાં ક્વિન્ટલદીઠ રુ.15નો કર્યો વધારો, 5 કરોડ ખેડૂતોને થશે લાભ

Social Share

દિલ્હીઃ- દેશની સરકાર ખેડૂતો માટે સતત કાર્યશીલ રહે છે, ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લઈને દેશના ખેડૂ વર્ગને પ્રોત્સાહન આપતી રહે છે ત્યારે ફરી વખતે વખત કેન્દ્રએ વિતેલા દિવસને  બુધવારે કેબિનેટની બેઠકમાં ખેડૂતોને લઈને એક મહત્વની જાહેરાત કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારે શેરડી પરના અપાતા ભાવોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.કેન્દ્ર સરકારે 2022-23 માટે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 15નો વધારો કર્યો છે. સુગર ફએક્ટરિઓ હવે શેરડીના ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 305 ચૂકવશે.સરકારના આ નિર્ણયથી 5 કરોડ એવા ખેડૂતો કે જે  શેરડીના ઉત્પાદન પર પોતાનું જીવન નિર્ભર કરી રહ્યા છે તે લોકોને ફાયદો થશે. આ સાથે આ વિસ્તાર અને સુગર મિલમાં કામ કરતા 5 લાખ કામદારોને પણ ફાયદો થશે.

પીએમ મોદીની આગેવાની હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આ નિર્ણય લીધો હતો,ક્વિન્ટલ શેરડીની પડતર કીંમત ૧૬૨ રૃપિયાની સામે ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ ૩૦૫ રૃપિયા રાખવામાં આવશે. એટલે કે ખેડૂતોને એક ક્વિન્ટલ પર ૧૪૨ રૃપિયાનો ફાયદો થશે. એટલે કે ખેડૂતોને પડતર કીંમત પર ૮૮ ટકાનો નફો થશે. આમ સરકાર ખેડૂતોને ૫૦ ટકાથી વધુ નફો કરીને પોતાના વાયદા પર કરી ઉતરી છે.