Site icon Revoi.in

બાળકોને લઈને કેન્દ્રની ગાઈડલાઈનઃ-કોરોનામાં બાળકોની સારવાર માટે રેમડેસિવીર ઈન્જેક્શનનો નહી થાય ઉપયોગ

Social Share

દિલ્હીઃ- કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં બાળકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવવાની શંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે આ આ જીવલેણ સંવેદનશીલ હોવાને  કારણે બાળકોની સારવાર માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે. સરકારે આ બાબતે સ્પષ્ટ કહ્યું છે કે બાળકોની સારવારમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ નહી. આ સાથે જ સીટી સ્કેનનો ઉપયોગ પણ બાળકોમાં તર્કસંગત રીતે કરવો જોઈએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળ આરોગ્ય સેવા નિયામકશ્રી દ્વારા બાળકોની સારવાર માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ડીજીએચએસ એ બાળકોમાં સ્ટેરોઇડ્સના ઉપયોગને એસિમ્પ્ટોમેટિક અને મધ્યમ સંકર્મણના કિસ્સામાં અત્યંત નુકસાનકારક ગણાવ્યો છે.

જો કે. ડીજીએચએસએ હોસ્પિટલમાં દાખલ ગંભીર અને મધ્યમ સંક્રમણથી પીડિત બાળકોની સારવાર માટે નિષ્ણાંત ડોકટરોની દેખરેખ હેઠળ સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરવા જણાવ્યું છે જેથી તેનો ઉપયોગ યોગ્ય સમયે, યોગ્ય ડોઝ આપી કરવામાં આવે

રીમડેસિવીર ઇંજેક્શનના ઉપયોગ માટે, ડીજીએચએસએ સ્પષ્ટ જણાવ્યું છે કે 3 વર્ષથી  લઈવને 18 વર્ષના બાળકોમાં તેના ઉપયોગ માટે પૂરતા ડેટા ઉપલબ્ધ નથી. તેથી, બાળકોમાં રીમડેસિવીરનો ઉપયોગ ન કરવો જોઇએ.

આ સાથે જ  બાળકોને છાતીનો સીટી સ્કેન પણ ખાસ કેસોમાં જ કરવાની સૂચના આપવામાં આવી છે, ડોક્ટરોએ જણાવ્યું કે ડોક્ટરોએ ખાસ ઙૃઅને ઘંબીર કેસોમાં જ એચઆરસીટિ કરવાનો નિર્ણય લેવો જોઈએ