Site icon Revoi.in

વિરોધપક્ષે ઉઠાવેલા સવાલનો કેન્દ્ર એ આપ્યો જવાબઃ કહ્યું, ‘કોરોનાની બીજી લહેરમાં દેશમાં ઓક્સિજનની અછતના કારણે એક મોત નથી થયું’

Social Share

 

દિલ્હીઃ- રાજ્યસભામાં વિરોધ પક્ષ દ્વારા અનેક સનાલો ઊભા કરવામાં આવ્યા હતા. ત્યારે કોરોનાની બીજી લહેરમાં ઓક્સજિનના અભાવથી થયેલા મોતને લઈને પણ કોંગ્રસ કોંગ્રેસના સાંસદ વેણુગોપાલ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો, જો કે તેના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે લેખિતમાં આ બાબતે જવાબ આપતા જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતના કારણે દેશમાં એક પણ થયું નથી.

લેખિત જવાબ આપતા જણાવ્યું હતું કે,આરોગ્ય એ રાજ્યનો વિષય છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો આરોગ્ય મંત્રાલયને નિયમિતપણે મૃત્યુ અહેવાલોની વિગતવાર માહિતી પ્રદાન કરે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અહેવાલો અનુસાર, દેશમાં ઓક્સિજનના અભાવને કારણે એક પણ મૃત્યુ થયું નથી.

આરોગ્ય રાજ્યમંત્રીના આ જવાબને કારણે વિવાદ ઊભો થયો છે. જોકે, રાજ્યસભામાં વિરોધી સાંસદો દ્વારા કોરોનાને કારણે થતાં મૃત્યુ અંગે પૂછાયેલા પ્રશ્નો પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે – “મોદીજીએ કહ્યું હતું કે મૃત્યુની નોંધણી કરો, તેને છુપાવો નહીં. રાજ્ય સરકારોએ જ મૃત્યુ રજીસ્ટર કરવાનું હોય છે,  અહીં એવું કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર આંકડા છુપાવી રહી છે. આ ખોટું છે. “

બીજી તરફ, કોંગ્રેસે આરોગ્ય રાજ્ય મંત્રીના જવાબની આકરી ટીકા કરતાં કહ્યું છે કે સરકાર આંધળી અને સંવેદનશીલ છે. સામાન્ય લોકોએ તેમના નજીકના અને પ્રિયજનોને ઓક્સિજનના અભાવને કારણે મરતા જોયા છે. હવે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આ મુદ્દે આરોગ્ય રાજ્ય મંત્રી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવનો ભંગ કરવાનો નિર્ણય કર્યો છે. તેમનો આરોપ છે કે આરોગ્ય રાજ્ય પ્રધાને સંસદમાં ખોટું નિવેદન આપ્યું છે. 

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન, તબીબી ઓક્સિજન, ઓક્સિજન સિલિન્ડર અને ટેન્કરની તંગીના કારણે દેશભરમાં હોબાળો મચ્યો હતો. ભારત સરકારે પણ યુદ્ધના ધોરણે તબીબી ઓક્સિજન પ્રદાન કરવાની પહેલ કરી હતી. આ કાર્ય માટે એરફોર્સ અને ભારતીય રેલ્વે રોકાયેલા હતા. આવી સ્થિતિમાં આરોગ્ય રાજ્યમંત્રીના જવાબ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.