Site icon Revoi.in

કેન્દ્ર દેશના દિલ્હી-મુંબઈ સહિતના ચાર એરપોર્ટની પોતાની હિસ્સેદારી વેચશે  – આ સાથે જ કેટલાક એરપોર્ટનું થશે ખાનગીકરણ 

Social Share

દિલ્હી – દેશની સરકાર અનેક ક્ષેત્રમાં પોતાની સંપત્તિઓની ભાગીદારનું વેચાણ કરીને અંદાજે 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં જોતરાઈ છે. કરી છે.ત્યારે હવે દેશના ચાર એરપોર્ટ્સમાં પણ હવે સરકાર પોતાની બાકી બચેલી હીસ્સેદારી વેચવા જઈ રહી છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ એરપોર્ટ્સનું પહેલાથી જ ખાનગીકરણ થઇ ચૂક્યું છે અને જો કે, એરપોર્ટ ઓથોરિટીના માધ્યમથી સરકારની આંશિક ભાગીદારી હજુ થોડી ઘણી બાકી છે.

વિતેલા મહિના દરમિયાન થયેલી ચર્ચાઓ પર વિચાર કરવામાં આવ્યો છે. આ ચર્ચાથી અવગત 2 લોકોએ જણાવ્યું કે આ ચારેય એરપોર્ટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બાકી ભાગીદારી વેચવાની સાથે જ 13 એરપોર્ટના ખાનગીકરણની પણ તૈયારી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદ એરપોર્ટનું સંચાલન કરી રહેલા સંયુક્ત સાહસોમાં એએઆઈની ઇક્વિટી ભાગીદારીના ભાગ માટે અપેક્ષિત મંજૂરી પ્રાપ્ત કરશે.તેમણે કહ્યું કે, આ મુદ્દો આવનારા કેટલાક દિવસોમાં પરવાનગી માટે રવાના કરાશે

સાહિન-