Site icon Revoi.in

કોરોના વેક્સિનની ખરાઈ માટે હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં – નકલી વેક્સિન લેવાથી હવે બચી શકાશે

Social Share

 

દિલ્હીઃ- દેશમાં કોરોના મહામારીને અટકાવવા માટે  વેક્સિનેશનની પ્રક્રીયા તેઝ બનાવવામાં આવી રહી છે, ત્યારે કોરોનાની વેક્સિનને લઈને કેટલાક રાજ્યોમાં ચેડા થઈ રહ્યા હોવાની વિગતો પણ સામે આવતી જોવા મળે છે, કેટલીક જગ્યા એ નકલી વેક્સિન અપાતા હોવાના એહવાલ મળી રહ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નકલી રસીઓની ઓળખ માટે ચોક્કસ માર્ગદર્શિકા જારી કરી છે.

આ ગાઈડલાઈન જારી કરવાનો સરકારનો ઉદ્દેશ સેવા પ્રદાતાઓ અને સર્વેલન્સ ટીમો  દ્વારા કોઈપણ નકલી કોવિડ -19 રસીઓ ઓળખવા અને દેશમાં નકલી રસીઓ આવવાથી અટકાવવાનો છે.ભારત સરકારનો આ નિર્ણય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા ડબ્લ્યુએચઓના દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા ક્ષેત્રમાં ઓળખાતી નકલી કોવિશિલ્ડ રસી અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ લેવાયો છે.

હાલમાં, ભારતમાં ચાલી રહેલી રસીકરણ અભિયાનના ભાગરૂપે, ભારતની કોવિશિલ્ડ, ભારત બાયોટેકનું કોવાક્સિન અને રશિયન રસી સ્પુતનિક-વીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોના તમામ અધિક મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવોને 2 જી સપ્ટેમ્બરના રોજ લખેલા પત્રમાં, અધિક સચિવ મનોહર અગ્નાની દ્રારા  જણાવવામાં આવ્યું હતું કે,’વિનંતી કરવામાં આવે છે કે ઉપયોગ કરતા પહેલા રસીઓને કાળજીપૂર્વક પ્રમાણિત કરવાની જરૂર છે.” મૂળકોરોનાની રસીઓના લેબલ પરની માહિતી અને ઉપયોગમાં લેવાતી કોરોનાની રસીઓ પર વધારાની માહિતી નેશનલ કોવિડ 19 રસીકરણ કાર્યક્રમ હેઠળ પ્રોગ્રામ મેનેજરો અને સેવા પ્રદાતાઓના સંદર્ભમાં જોડવામાં આવી રહી છે. ‘

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “કોવિડ -19 રસીકરણ માટે સર્વિસ પ્રોવાઇડર્સ અને સર્વેલન્સ ટીમોને આ વિગતોથી માહિતગાર કરી શકાય છે અને ખોટી રસીઓની ઓળખ માટે યોગ્ય ખંત સુનિશ્ચિત કરી શકાય છે.”અસલી કોવિશિલ્ડ શીશી પર ઘેરા લીલામાં એસઆઈઆઈ પ્રોડક્ટ લેબલ શેડ, ટ્રેડમાર્ક સાથે ઉલ્લેખિત બ્રાન્ડ નામ સહીત ડાર્ક ગ્રીન એલ્યુમિનિયમ ફ્લિપ-ઓફ સીલ હોય છે,

SII નો લોગો લેબલને ચિપકાવવા વાળી અને એક જૂદા ખુણા પર  છાપવામાં આવે છે., જે તેની ચોક્કસ માહિતીથી પરિચિત અમુક પસંદગીના લોકો દ્વારા જ તેને ઓળખી શકાય છે. વધુ સ્પષ્ટ અને વાંચી શકાય તે માટે પત્રો ખાસ સફેદ શાહીમાં છાપવામાં આવે છે. પરિમાણે એક ખાસ રચના સમગ્ર લેબલને સોંપવામાં આવે છે, જે ફક્ત ચોક્કસ ખૂણા પર જ દેખાય છે.આમ સરકાર દ્રારા આ પ્રકારના પગલા લઈને હવે કોરોનાની વેક્સિન નકલી છે કે અસલી તે  જાણિ શકાશે.