Site icon Revoi.in

કેન્દ્ર સરકાર દ્રારા કોરોના મામલે કર્મીઓને ખાસ રાહતઃ- પરિવારના સભ્ય પોઝિટિવ હોવા પર મળશે 15 દિવસની રજા

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી છે,ઘીરે ઘીરે સંક્રણ ઘટતું જાય છે સતત એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં ઘટાડો થી રહ્યો છે, કોરોના મામલે હવે રાહત જોવા મળે છે, ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્રારા કર્મચારીઓને એક ખાસ રાહત આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે કર્મચારી મંત્રાલય દ્રારા આદેશ આપવામાં આવ્યા છે કે, જો કર્મીઓના પરિવારના કોઈ પણ સભ્ય જેમકે માતા,પિતા અથવા કોઈ અન્ય સભ્ય કોરોના સંક્રમણથી પોઝિટિવ થાય તો કર્મચારીઓ ખાસ રીતે એસસીએલ એટલે કે આકસ્મિક ઘટનામાટે15 દિવસ માટે રજાઓ લઈ શકશે.

મંત્રાલયે તેના આદેશમાં કહ્યું છે કે, જો કુટુંબના કોઈપણ સભ્ય- માતાપિતાને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય અને 15 દિવસનું આ એસસીએલ સમાપ્ત થયું હોય તો તેવી સ્થિત સરકારી કર્મચારીને માં તે સંબંધીની હોસ્પિટલમાંથી જ્યા સુધી રજા ન અપાઈ ત્યા સુધી અન્ય રજાઓ લઈ શકે છે.

મંત્રાલયે કોવિડ મહામારી દરમિયાન સારવાર, હોસ્પિટલમાં દાખલ થવું, ક્વોરોન્ટાઈન વગેરે વિષે ખાસ આદેશ જારી કર્યો છે. સરકારી કર્મચારીઓને પડતી મુશ્કેલીઓને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. આદેશમાં જણાવાયું છે કે જો કોઈ સરકારી કર્મચારી કોવિડ પોઝિટિવ થાય છે તો તેને ક્વોરોન્ટાઈન માટે પણ 20 દિવસની રજા આપી શકાશે, આ સાથે જ જો તેને હોસ્પિટલમાં ભરતી કરવાની જરુર પડશે તો પણ   સીએસએલ સહીતની અન્ય  રજાઓ આપવામાં આવશે, જો કે આ મામલે જે તે કર્મીએ પોતાનો કોરોના પોઝિટિવ હોવાના અને હોસ્પિટલમાં દાખલ થવાના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાના રહેશે.